રાજકોટ શહેરમાં નામચીન પેંડા અને મૂરધા ગેંગ વચ્ચે ધાણીફૂટ સામસામે ફાયરિંગ બાદ બંને ગેંગ સામે ગુનો નોંધાયા બાદ ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા મુરઘા ગેગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા સહિતની ત્રિપુટીની ધરપકડ કર્યા બાદ નવ દિવસના રિમાન્ડ મેળવી એસઓજી બ્રાન્ચે વધુ પૂછપરછ કર્યા બાદ ત્રણ પિસ્તોલ, 18 કાર્ટિસ, થાર કાર સહિતનું મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે આડેધડ સામસામા ફાયરિંગ ના બનાવ બાદ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરી પેંડાગેંગ અને મુરઘા ગેંગના ભાગતા ફરતા આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ મુખ્ય સૂત્રધાર મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા, શાહનવાજ અબ્દુલ્લા ધાડા, અને સોહીલ ચાનિયાને ગઈકાલે રાજકોટમાંથી ઝડપી લીધા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
એસ.ઓ.જી બ્રાન્ચના પીઆઇ સંજય સિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા ડીજી ઝાલા, રાજેશ બાળા સહિતની ટીમે ઘટના સ્થળે મંગળા રોડ પર લઈ જઈ રીકન્ટ્રક્શન કરાવાયું હતું અને ત્રિપુટીની વધુ પૂછપરછ અર્થે રિમાન્ડ માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રિમાન્ડ દરમિયાન આરોપી ઓની આગવી ઢબે પૂછપરછમાં મુરઘા ગેંગ એ ત્રણ દેશી બનાવટની પિસ્ટલ 18 કાર્ટિસ, કાઢી આપ્યા હતા તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ ઠારકાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.