BREAKING NEWS

ઝારખંડમાં કોલસો ભરેલી ટ્રક અને પેસેન્જર વાહન ટકરાતા ૭નાં મોત

  • June 26, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડના રામગઢ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે ટ્રક અને પેસેન્જર વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના મોત થયા, યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હોવાના અહેવાલ છે.
રામગઢ જિલ્લાના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લારીમાં રામગઢ–બોકારો રોડ પર બનેલી ઘટનામાં તાશા પાર્ટીના સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા.રામગઢ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃતકોમાં રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મારંગમાર્ચાના રહેવાસીઓનો પણ સમાવેશ થાય છે. પેસેન્જર વાહન સાથે અથડાનાર ટ્રક કોલસાથી ભરેલી હતી. અકસ્માત બાદ લોકોના તોળા એકઠા થઈ ગયા હતા અને ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોકી દીધો હતો, ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતા જ રામગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ગ્રામજનોના નાકાબંધીને કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.માંડ કરીને પોલીસે સ્થિતિ થાળે પાડી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application