BREAKING NEWS

ડેનમાર્કમાં અઝાન પર પ્રતિબંધની તૈયારી

  • June 26, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેનમાર્કની ડાબેરી સરકારે અઝાન વખતે વાગતા લાઉડસ્પીકર્સ પર પ્રતિબધં મૂકવાની હાકલ કરી છે. મંત્રી મોર્ટન બોડસ્કોવે કહ્યું કે દેશના કેટલાક વિસ્તારો ઇસ્લામાબાદના ઉપનગરો જેવા લાગે છે. તેથી, અમે નમાઝ માટે અઝાન પર કાનૂની પ્રતિબધં મૂકવાનું વિચારી રહ્યા છીએ. ડેનિશ સરકાર દ્રારા નમાઝ પહેલાં અઝાન પર પ્રતિબધં મૂકવાનો નિર્ણય ઇસ્લામ (ઇસ્લામીકરણ) ના વધતા પ્રભાવ અંગેની ચિંતાઓને આભારી છે. મસ્જિદોમાં લાઉડસ્પીકર્સના ઉપયોગ પર પ્રતિબધં મૂકવાનો આ શાસક સોશિયલ ડેમોક્રેટસનો ત્રીજો પ્રયાસ છે.કેન્દ્ર–ડાબેરી સોશિયલ ડેમોક્રેટસ પાર્ટીના સભ્ય અને સરકારમાં ઇમિગ્રેશન મંત્રી, મોર્ટન બોડસ્કોવે જણાવ્યું હતું કે નવી સરકાર અઝાન પર પ્રતિબધં મૂકવાના કાનૂની પાસાઓની ફરીથી તપાસ કરશે. તેમણે આ માટે એક યોજના વિકસાવી હોવાનો દાવો કર્યેા હતો. બોડસ્કોવના નેતૃત્વ હેઠળ, ડેનમાર્કની ઇમિગ્રેશન અને એકીકરણ નીતિઓ પણ કડક બનાવવામાં આવી રહી છે.ડેનમાર્કમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પહેલા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી પ્રતિબધં જેવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મોર્ટન બોડસ્કોવે હવે અઝાન પર દેશવ્યાપી પ્રતિબધં મૂકવાની હાકલ કરી છે. આનાથી ડેનમાર્કમાં ઇમિગ્રેશન પર ચર્ચા વધુ તીવ્ર બની છે કારણ કે સરકાર કડક એકીકરણ નીતિ લાગુ કરવા તરફ આગળ વધી રહી છે.બોડસ્કોવ ત્રીજા સોશિયલ ડેમોક્રેટિક એકીકરણ મંત્રી છે જેમણે અઝાનનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, અઝાન પર પ્રતિબધં મૂકવાની વર્તમાન યોજના હજુ પણ સમીક્ષા હેઠળ છે અને તે સંપૂર્ણ રીતે ઘડાયેલી નીતિ નથી. અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે ડેનમાર્કના ધાર્મિક આચરણ માટેના બંધારણીય રક્ષણ હેઠળ આવો પ્રતિબધં કાયદેસર રીતે શકય બનશે કે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application