BREAKING NEWS

જૂનાગઢ મનપાના બાંધકામ ઈજનેર સહિત ત્રણ વિદ્ધ એટ્રોસિટીનો ગુનો

  • April 16, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગરપાલિકા બાંધકામ શાખામાં બે દિવસ પૂર્વે મધુરમના આધેડે ઓપરેટર ને લાફો માર્યેા હતો જે સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી તો બીજી તરફ અરજીની વિગત માટે ગયેલા આધેડ પર બાંધકામ ઈજનેર અને બે માણસોએ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા અંગે  બી ડિવિઝનમાં વળતી ફરિયાદ નોંધાતા પોલીસે બાંધકામ ઈજનેર સહિત ત્રણ વિદ્ધ એટ્રોસિટી એકટ અન્વયે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં બે દિવસ પૂર્વે મહાનગરપાલિકા કચેરીમાં બાંધકામ શાખાની ઓફિસમાં કર્મચારીઓ તથા મધુરમમાં રહેતા કરસન સોલંકી સાથે બોલા ચાલી થઈ હતી અને બાંધકામ ઇજનેર સહિતના કર્મચારીઓ સાથે તોછડું વર્તન અને ઓપરેટરને લાફો મારી દીધો હતો.જેથી કર્મચારી પર હત્પમલા અંગે કરશન સોલંકી વિદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.  તો બીજી તરફ જેની સામે ફરિયાદ નોંધાઈ  તે કરસન સોલંકીએ પણ બાંધકામ ઈજનેર અને તેના બે માણસો વિદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે ગુનો દાખલ કર્યેા ન હતો ગઈકાલે ફરીયાદ ના નોંધાતા કરસન સોલંકીએ એસપી કચેરી બહાર જ ફિનાઈલ પી લીધું હતું. ત્યારબાદ પોલીસ તત્રં દોડતું થયું છે. ગઈકાલે રાત્રે બી ડિવિઝનમાં મહાનગરપાલિકાના બાંધકામ ઈજનેર અને તેના બે માણસો સહિત ત્રણ વિદ્ધ વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વિગત મુજબ મધુરમ બાયપાસ રોડ વૃંદાવન નગરમાં રહેતા કરસન ઘેલાભાઈ સોલંકી (ઉં. વ.૫૪)એ બી ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમા અગાઉ કરેલ અરજીની વિગત લેવા મહાનગરપાલિકાની બાંધકામ શાખામાં ગયા હતા. તે સમયે ત્યાં બાંધકામ ઈજનેર પાનસુરીયાભાઈ અને તેની સાથેના બે માણસોએ કરસન સોલંકીને અવારનવાર અહીં કેમ આવો છો કહી  ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યેા હતો. તેમજ અવારનવાર આવી જાવ છો તેમ જણાવી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. જેથી બાંધકામ ઈજનેર સહિત ત્રણ વિદ્ધ નોંધાવેલ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે મહાનગરપાલિકાના બાંધકામ ઈજનેર પાનસુરીયા અને તેના બે માણસો સહિત ત્રણ વિદ્ધ એટ્રોસિટી એકટ સહિતની વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી વધુ તપાસ એસસી એસટી સેલ ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News