જામનગરના વિશાલ હોટલના ભાગીદારો વચ્ચેના ડખ્ખામાં એકાઉન્ટન્ટ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ફરીયાદના અનુસંધાને તપાસ કરીને તબકકાવાર આરોપીઓને દબોચી લીધા હતા, દરમ્યાન વધુ ત્રણની અટક કરવામાં આવી છે.
જામનગરની વિશાલ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અમિતભાઇ ચુડાસમા ઉપર થોડા દિવસો પહેલા હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
ભાગીદારો વચ્ચે ડખ્ખો ચાલતો હોય જેના કારણે એકાઉન્ટન્ટને ફોન કરી અન્ડરબ્રીજ પાસે બોલાવીને આરોપીઓ હુમલો કરી ભાગી ગયા હતા, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જેમાં અગાઉ સીટી-સી પોલીસે તબકકાવાર તપાસ કરીને આરોપીઓની અટક કરી હતી.
આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ લંબાવીને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઇ ભદ્રા તેમજ અનિલ વિનોદ ભદ્રા અને અર્જુન દિપક ભદ્રાની ધરપકડ કરી પુછપર હાથ ધરી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધી એક ડઝન જેટલા આરોપીઓ શકંજામાં આવી ચુકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application