શહેરની સોની બજારમાં આવેલી અમિત જવેલર્સ નામની દુકાનમા મોડી રાત્રીના તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ તિજોરી તોડવા પ્રસાય કર્યેા હતો. પરંતુ સફળતા ન મળતા મોટી મતા બચી ગઈ હતી. જે બાદ તસ્કરો જવેલર્સ પેઢીમાંથી . ૫૦ હજારની કિંમતના બે રોકડ ગણવાના મશીન ઉઠાવી ગયા હતા. જે મામલે એ ડિવિઝન પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ તસ્કરોને ગણતરીની કલાકોમાં જ દબોચી લઇ મુદ્દામાલ રિકવર કર્યેા હતો. બનાવ અંગે લીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરા(ઉ.વ.૫૭) એ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સોની બઝાર નવા નાકા રોડ પર માતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરે છેે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૩૦૦૩૨૦૨૬ ના રોજ રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે તથા તેમનો પુત્ર જય દુકાન બધં કરીને ઘરે જતા રહેલ હતા. બાદમાં આજે સવારે છ વાગ્યાની આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્રારા અમને જાણવા મળેલ કે, તેમની દુકાનના તાળા તુટેલા છે. જેથી વેપારી તથા તેનો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોચેલ હતા. ત્યાં જઈને જોતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં હતા અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનની બે કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલ આશરે . ૫૦ હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા. જોવામા આવેલ નહી. જેથી રાત્રિના નવેક વાગ્યાથી સવારના છ વાગ્યાના સમય દરમિયાન અમારી દુકાન અમિત વેલર્સની અંદર પ્રવેશ કરી રોકડ ગણવાના બે મશીન ઉઠાવી જવા મામલે સોની વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એમ. રાણાની ટીમે સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કેમેરા તોડી નાખનાર તસ્કર ટોળકીના પાંચ સભ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયાનું પોલીસને મળી હતી. જેથી એ ડિવિઝન અને એલસીબી ઝોન–૨ પીએસઆઈ આર એચ ઝાલાની અલગ અલગ પોલિસની ટીમો દ્રારા તસ્કર ટોળકીને ઝડપી લેવા પ્રયત્નો શ કર્યા હતા. દરમિયાન પોલીસે ત્રણ તસ્કરોને અલગ અલગ જગ્યાએથી ઉઠાવી લઇ રોકડ ગણવાના બંને મશીન કબ્જે કર્યા હતા. જયારે વધુ બે તસ્કરોની શોધખોળ યથાવત રાખી હતી.