છ મહિના પહેલા મોટરસાઇકલ માગ્યું ત્યારે કેમ આપ્યું નહતુ ? યુવાનને ઢીકાપાટુ માર્યા
છ મહિના પહેલા મોટરસાઇકલ માગ્યું ત્યારે કેમ આપ્યું નહતુ ? યુવાનને ઢીકાપાટુ માર્યા
October 10, 2025 11:21 AM
ડખ્ખા કરવા જ છે એ વાંક ગમે ત્યાંથી અને ગમે ત્યારનો ગોતી લાવતા હોય છે, છ મહિના પહેલા મોટર સાઈકલ માગ્યું હોય જે યુવાને ન આપતા તેનો ખાર રાખી ઢીકાપાટાનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
બગસરાના હામાપૂર ગામે રહેતા ઠાકરશીભાઈ શામજીભાઈ ગોહિલ (ઉ.વ.41)ના ગઈકાલે ગામમાં આવેલી દીપકભાઈની દુકાને મોટર સાઈકલ ધોવડાવવા માટે ગયા હતા ત્યારે ગામના શીવાભાઈ વાસુરભાઈ મોડા ત્યાં આવીને ઉભા હતા અને યુવાનને કહેવા લાગ્યા હતા કે, કેમ મારી સામે જોવે છે, આથી યુવકે હું કાંઈ સામે નથી જોતો તેમ કહેતા શિવાભાઈએ કહ્યું હતું કે, છ મહિના પહેલા મે તારું મોટરસાઈકલ માગ્યું હતું તે મને કેમ આપ્યું નહીં ? ગાળા ગાળી કરી ઢીકાપાટુનો મારમારવા લાગ્યા હતા.દરમિયાન યુવાનનો પુત્ર અને દુકાનદાર દીપકભાઈએ વચ્ચે પડી વધુ મારમાથી છોડાવ્યા હતા. શખસે જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ઠાકરશીભાઈએ શિવા વાસુરભાઈ મોડા સામે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.