BREAKING NEWS

ધરમપુર ગામે આંગણવાડીમાં ઝાડી ઝાંખરાથી બાળકો ઉપર સર્જાઇ શકે છે જીવનું જોખમ

  • November 24, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીક આવેલા અને પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તેવા ધરમપુરગામમાં અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારની આંગણવાડીમાં ઝાડી ઝાંખરાનું જંગલ ઊગી નીકળ્યું છે જેના કારણે અહીં આવતા બાળકો ઉપર પણ જોખમ સર્જાઇ શકે છે. સાપ વીંછી સહિત ઝેરી જીવજંતુઓ આટા ફેરા કરતા નજરે ચડે છે તેમ જણાવીને અગ્રણી મીણંદભાઈ શિંગરખીયાએ તંત્રનું ધ્યાન દોરીને આંગણવાડીના કમ્પાઉન્ડમાં વ્યવસ્થિત રીતે સાફ-સફાઈ કરવા અને ઝાડી ઝાંખરા નું કટીંગ કરવા માંગ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application