રાજકોટ આ વર્ષે ઉનાળો કાળો કહેર વર્તાવી રહ્યો હોય તેવી સ્થિતિ છે. આમેય છેલ્લા ઘણા દિવસોથી તાપમાન 42 ડિગ્રી સુધી રહેવું સામાન્ય હતું, તેવામાં આજે પણ બપોરે 2-30 વાગ્યે પારો 43 ડિગ્રીએ પહોંચ્યા બાદ ત્રણ વાગે 44 ડિગ્રીની લગોલગ પહોંચી જતા લોકો બેસુમાર ગરમી અનુભવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં યલ્લો આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૭ સુધી હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. ગઇકાલે મહતમ તાપમાન કંડલા 45.2 ડિગ્રી જે સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધારે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45 ડિગ્રી, સુરતમાં 41.7 ડિગ્રી, અમદાવાદમાં 43.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 42.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે 5 સ્થળોએ હીટવેવ નોંધાયો છે, જેમાં સુરત, પોરબંદર, કેશોદ, કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application