BREAKING NEWS

દિલ્હીથી રવાના થયેલું વિમાન અમૃતસર જવાના બદલે પાક એર સ્પેસમાં ઘૂસ્યું

  • June 25, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીથી અમૃતસર જવા રવાના થયેલી એર ઇન્ડિયાની લાઇટ એઆઈ–૪૭૯, તેના નિર્ધારિત ટ પર આગળ વધવાને બદલે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગઈ હતી. જોવાની ખૂબી એ છે કે વિમાન પાકિસ્તાનના રસ્તે આગળ વધી રહ્યું હોવા છતાં પાયલટને કોઈ અંદાઝ જ ન હતો.
પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટી તરફથી ચેતવણી મળ્યા પછી જ પાઇલટને આ વાતની જાણ થઈ હતી, ત્યારબાદ વિમાને યુ–ટર્ન લીધો અને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછું ફયુ હતું. આ ઘટના કોઈ સામાન્ય ન ગણી શકાય, કારણ કે જે હવાઈ ક્ષેત્રમાં ભારતીય વિમાન પ્રવેશ્યું હતું તે હાલમાં ભારતીય વિમાનો માટે સંપૂર્ણપણે બધં છે.નેવીગેશણની ખામીના લીધે આવું બન્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જેના લીધે મુસાફરોને ૪ કલાક ફરવું પડું હતું.પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ એપ્રિલ ૨૦૨૫થી ભારતીય નોંધણી ધરાવતા તમામ વિમાનો માટે તેનું હવાઈ ક્ષેત્ર બધં કરી દીધું છે, પછી ભલે તે વાણિિયક હોય કે લશ્કરી, એઆઈ–૪૭૯ ના વિચલિત થયાની રાત્રે આ પ્રતિબધં ચાલુ જ હતો અને તેને ૨૪ જુન સુધી લંબાવવામાં આવ્યો હતો.જે બાદ હવે નવા આદેશને ૨૪ જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application