BREAKING NEWS

રાજકોટમાં સગીરાનું અપહરણ કરી ગર્ભ રાખી દેનાર ફરાર આરોપી જંગલેશ્વરમાંથી ઝડપાયો

  • June 04, 2026 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જંગલેશ્વરમાં રહેતા યુવકની સગીરવયની દીકરીને સંબંધીનો સગીરવયનો પુત્ર ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સગીરને જંગલેશ્વરમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો.


બનાવની મળતી માહિતી મુજબ,જંગલેશ્વરમાં રહેતા પરપ્રાંતિય યુવકની સગીર વયની દીકરીને તેના જ સંબંધીનો સગીરવયનો પુત્ર ભગાડી જતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા તપાસ કરવામાં આવતા સગીર સગીરાને બદકામ કરવાના ઇરાદે ભગાડી ઉત્તરાખંડ ખાતે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ઉતરાખંડ પહોંચે તે પહેલા જ સગીર સગીરાને અમદાવાદ સુધી મૂકી ફરાર થઈ ગયો હતો. દસ દિવસ પહેલા જ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સગીરાને શોધી કાઢી હતી.વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરાને સાત મહિનાનો ગર્ભ છે. ફરાર સગીર ગત તા.૦૩ ના રોજ સગીરાની ઘરે જંગલેશ્વર આવતા પોલીસને બાતમી મળતા પકડી પાડ્યો હતો. સગીરનો કબજો મેળવી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો.


આ કામગીરીમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ. કે.કે.ગોહિલ, પીએસઆઇ બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ અજયકુમાર શુક્લા, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મારુ, હસમુખભાઈ વાછાણી, હસમુખભાઈ બાલધા, પોલીસ કોન્સ્ટેબલ મહેશ પ્રસાદ, શાંતુબેન મૂળિયા, જ્યોતિબેન બાબરીયા, સૂર્યકાંતભાઈ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application