હાલ રાજ્યભરમાં ગરમી લોકોના બોકાસા બોલાવી રહી છે, તેમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા છે, આવી ગરમી વચ્ચે વેરાવળ, દ્વારકા, પોરબંદરમાં 33થી 35 ડિગ્રીની રાહત રૂપ ગરમી અનુભવાઇ હતી. રાજકોટનું મહતમ તાપમાન 43.7 ડિગ્રી રહ્યું હતું.
હાલ સર્વત્ર અસહ્ય ગરમીના માહોલમાં હવામાન ખાતા દ્વારા આજે અને કાલે સુરેન્દ્રનગર, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે રાજકોટ, અમરેલી, દ્વારકા, બોટાદ પંથકમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.આજે રાજકોટ શહેરમાં સવારે 8:30 વાગે 29.4 ડિગ્રી લઘુતમ તાપમાન વહેલી સવારે 25.6 ડિગ્રી અને ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી, આજે સવારે વાતાવરણમાં ભેજ 78% અને પવનની ગતિ સરેરાશ 14 કિ.મી.ની નોંધાઇ હતી. અન્ય શહેરોના મહત્તમ તાપમાન જોઈએ તો અમદાવાદ 44.4 ડિગ્રી, વડોદરા 43.6, રાજકોટ - ગાંધીનગર 43.7, ડીસા 42.8, ભુજ 42, ભાવનગર 41.8, કંડલા 38.5, નલિયા 36.4, દમણ, નલિયા 36.4, 36, પોરબંદર 35.6, દીવ 35.4, વેરાવળ અને દ્વારકા 33.4 તાપમાન નોંધાયું છે...