BREAKING NEWS

બગસરામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ

  • April 13, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં પાણીના તળ ઐંચા લાવવા અને ખેડૂતોની સમૃદ્ધિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્રારા જળસંચય અભિયાન શ કરવામાં આવ્યો છે. રાયના ઉર્જામંત્રી કૌશિક વેકરીયાના વિશેષ સહયોગ અને ધારાસભ્ય જે.વી કાકડિયાના માર્ગદર્શન હેઠળ આ લોકકલ્યાણનું કાર્ય વેગ પકડી રહ્યું છે.
હાલમાં અમરેલી જીલ્લાના ૧૬૦ જેટલા ગામોના વિકાસ માટે જળસંચય અભિયાન ચાલી રહ્યું છે, જેમાં વિવિધ ગામના જૂના ચેકડેમોનું રિપેરિંગ અને તેને ઐંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વોકળાઓ પર નાના પાળા બાંધીને વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેના ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે. હાલમાં બગસરા તાલુકાના ૧૦ ગામોમાં હિટાચી મશીનો દ્રારા ચેકડેમોની સંગ્રહ ક્ષમતા વધારવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.આ તકે ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, જળસંચય એ આવનારી પેઢી માટેની સૌથી મોટી મૂડી છે અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આ દિશામાં પ્રશંસનીય ઉદાહરણ પૂં પાડી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News