દક્ષિણ સ્પેનના કોર્ડોબામાં બે હાઇ-સ્પીડ ટ્રેનો સમસમી આવી જતા ભયંકર દુર્ઘટના બની હતી અને આ ટક્કરમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. જયારે અનેકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ રેલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં સ્પેનના સૌથી ભયંકર રેલ અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે.
સ્પેનની રેલ્વે એજન્સી અનુસાર, આ અકસ્માત સ્થાની સમય મુજબ સાંજે 5:40 વાગ્યે કોર્ડોબાના અદામુઝ સ્ટેશન નજીક થયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, માલાગાથી મેડ્રિડ જતી ઇર્યો 6189 હાઇ-સ્પીડ ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને નજીકના ટ્રેક પર ખસી ગઈ. તે મેડ્રિડથી હુએલ્વા જતી ટ્રેન સાથે અથડાઈ.
અથડામણ પછી, બંને ટ્રેનો પાટા પરથી ઉતરી ગઈ અને ડબ્બો એકબીજા ઉપર ચડી ગયા. અકસ્માતની ગંભીરતા એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે મુસાફરોને બચાવવા માટે ભારે બચાવ મશીનરીની જરૂર પડી રહી હતી એટલી હદે લોકો ટ્રેનમાં ફસાયા હતા.
હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત
અકસ્માત બાદ, મેડ્રિડ અને એન્ડાલુસિયા વચ્ચે હાઇ-સ્પીડ રેલ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. જોકે, મેડ્રિડ અને ટોલેડો, સિઉદાદ રીઅલ અને પ્યુઅર્ટોલાનો વચ્ચે કોમર્શિયલ રેલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી છે. ઇરિયો ટ્રેન સેવા એક ખાનગી હાઇ-સ્પીડ રેલ ઓપરેટર છે જે ઇટાલિયન કંપની દ્વારા સંચાલિત છે. એન્ડાલુસિયાની કટોકટી સેવાઓએ અહેવાલ આપ્યો છે કે અકસ્માત પછી તરત જ તમામ રેલ ટ્રાફિક સ્થગિત કરવામાં આવ્યો હતો અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘણી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્પેનના રાજા અને રાણીએ દિલસોજી વ્યક્ત કરી
સ્પેનના રાજા ફેલિપ છઠ્ઠા અને રાણી લેટીઝિયાએ અકસ્માત પર ઊંડો દુ:ખ અને ચિંતા વ્યક્ત કરી હતી. શાહી મહેલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આદમુઝ નજીક બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે થયેલા આ ગંભીર અકસ્માતના સમાચારથી સમગ્ર રાષ્ટ્ર આઘાતમાં છે. આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે તાજેતરમાં થાઇલેન્ડમાં પણ એક મોટો રેલ અકસ્માત થયો હતો, જેમાં ક્રેન પડવાથી એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.