ક્રિકેટપ્રમીઓ માટે ખુશીના સમાચાર, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ, આ તારીખ નોંધી રાખજો
ક્રિકેટપ્રમીઓ માટે ખુશીના સમાચાર, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મેચ, આ તારીખ નોંધી રાખજો
March 26, 2026 04:25 PM
ટી–20 વર્લ્ડ કપ જીત્યા બાદ શનિવારથી IPLનો રગં જામવાનો છે. આ વચ્ચે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 27 સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ તેમજ 13 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમાવવા જઇ રહી છે. જે પૈકીનો એક ટી-20 ડે-નાઇટ મેચ તા.22 ડિસેમ્બરના રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને ફાળવવામાં આવતા રાજકોટના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છવાયો છે.
શ્રીલંકા સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ ભારત 3 જાન્યુઆરીથી ઝીમ્બાબ્વે સામે ત્રણ વન–ડેની શ્રેણી રમશે. જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારત આવશે. એ 21 જાન્યુરીથી 27 જાન્યુઆરી ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ તમામ શ્રેણીઓ ભારતમાં જ રમાશે. બીસીસીઆઇ દ્વારા આ મેચની શ્રેણીઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.સુધી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ તમામ શ્રેણીઓ ભારતમાં જ રમાશે. બીસીસીઆઇ દ્વારા આ મેચની શ્રેણીઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.