BREAKING NEWS

ચૂંટણીને પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક શખસને પાસા, બે શખસોને તડીપાર કર્યા

  • April 23, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇ આગામી તા.૨૬ ને રવિવારના મતદાન થનાર છે. ત્યારે ચુંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે તકેદારીના ભાગપે પોલીસ દ્રારા ગુનેગારો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસે ચૂંટણી પૂર્વે એક શખસને પાસા હેઠળ જેલહવાલે કર્યેા છે જયારે બે શખસોને તડીપાર કર્યા છે. રાજકોટ એસ.પી વિજયસિંહ ગુર્જર દ્રારા અપાયેલી સૂચનાના પગલે વારંવાર ગુના આચરતા શખસો સામે કડક કાર્યવાહી કરવાના ભાગપે જેતપુર ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને જેતપુર તાલુકા પોલીસે જેતપુરના ચારણસમઢીયાળા ગામે રહેતા અને દાના સંખ્યાબધં ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કૃપાલસિંહ દિલુભા પરમાર(ઉ.વ. ૨૯) વિધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલી હતી. કલેકટરે આરોપી સામે પાસાનું વોરટં ઇશ્યુ કરતા આરોપી કૃપાલસિંહ પરમારની પાસા હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.
આરોપી કૃપાલસિંહ સામે જેતપુર તાલુકા પોલીસ મથકમાં દાના ચાર સહિત કુલ પાંચ ગુના નોંધાઇ ચૂકયા છે. પાસાના વોરંટની બજવણીની આ કામગીરીમાં એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં એઅસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, હેડ કોન્સ. હિતેશભાઇ હમીરપરા તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ.આહિર, એએસઆઇ લાલજીભાઇ જાંબકુીયા, ભુરાભાઇ માલીવાડ, હેડ કોન્સ. મનેશભાઇ જોગરાદીયા, અજીતભાઇ ગંભીર, સલમાબેન થૈયમ, કોન્સ. પ્રધ્યુમનસિંહ વાઘેલા સાથે રહ્યા હતાં.
જયારે જસદણ એએસપી ડો. નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ આટકોટ પીઆઇ આર.એમ.રાઠોડ દ્રારા અગાઉ દા– જુગારના એકથી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા દિપક બાબુભાઇ સોલંકી(ઉ.વ. ૨૯) અને ભીખુ ધનજીભાઇ મહેતા(ઉ.વ. ૫૮ રહે. બંને આટકોટ) વિધ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટરને મોકલી હતી. જે દરખાસ્ત જસદણ ના.કલેકટર દ્રારા મંજુર કરવામાં આવી હતી. જેથી આરોપી દિપક સોલંકીને છ માસ અને ભીખુ મહેતાને ત્રણ માસ માટે રાજકોટ સહિત મોરબી, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ જિલ્લામાંથી હદપાર કરવાનો હત્પકમની અમલવારી કરવામાં આવી છે.
આરોપી દિપક સોલંકી સામે દા–જુગાર સહિતના ૧૦ ગુના નોંધાઇ ચૂકયા છે જયારે ભીખુ મહેતા સામે દાના ચાર ગુના નોંધાઇ ચૂકયા છે. હદપારીની અમલવારીની આ કામગીરીમાં આટકોટ પીઆઇ આર.એમ.રાઠોડ, એએસઆઇ વિનોદકુમાર વાસાણી, વાલજીભાઇ સોલંકી, હેડ કોન્સ. જયેશભાઇ ધ્રાંગીયા, ભારતીબેન ઓતરાદી, અરવિંદભાઇ ઝાપડીયા, કોન્સ. પારસભા જાંબુકીયા અને પુરીબેન મકવાણા સાથે રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application