અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની જહાજોની ફરી નાકાબંધી કરી
અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની જહાજોની ફરી નાકાબંધી કરી
July 15, 2026 02:59 PM
અમેરિકન સૈન્યએ જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારિક જહાજો પર ઈરાનના હત્પમલાના જવાબમાં તેણે ઈરાની બંદરો પર ફરીથી નાકાબંધી લાગુ કરી છે. આ પગલાથી વચગાળાનો યુદ્ધવિરામ કરાર તૂટી પડવાની આરે છે અને આ ક્ષેત્રમાં સંપૂર્ણ પાયે યુદ્ધ થવાની આશંકા છે. ઈરાનના રાય પ્રસારણકર્તા આઈઆરઆઈબીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ શહેર આહવાઝમાં બીજો વિસ્ફોટ સંભળાયો હતો, યારે કેશ્મ ટાપુ પર પણ અનેક વિસ્ફોટો થયા હતા. હોર્મુઝ સ્ટ્રેટ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે એક તણાવપૂર્ણ મુદ્દો રહ્યો છે, બંને પક્ષો એકબીજા પર નેવિગેશનની સ્વતંત્રતા જોખમમાં મૂકવાનો આરોપ લગાવી રહ્યા છે. યુએસએ પ્રથમ વખત એપ્રિલના મધ્યમાં નાકાબંધી લાદી હતી અને યુદ્ધને કાયમી ધોરણે સમા કરવાના હેતુથી વચગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી, જૂનના મધ્યમાં તેને હટાવી લીધી હતી. કરારમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વાટાઘાટો માટે ૬૦ દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ સ્ટ્રેટ પર વધતા સંઘર્ષને કારણે વાટાઘાટો અટકી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે નાકાબંધી પરત કરવાની જાહેરાત કરતી વખતે, સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ૨૦ ટકા ફી લાદવાનો પ્રસ્તાવ મૂકયો હતો. જોકે, નાકાબંધી ફરી શ થાય તેના થોડા કલાકો પહેલા, તેમણે ગલ્ફ સાથી દેશોની વિનંતીને ટાંકીને ફી વસૂલવાની યોજના છોડી દીધી.