BREAKING NEWS

અદાલતો ચોવિસે કલાક ખુલ્લી રહેશે? સુપ્રીમ SOP બાબતે વિચારણા કરશે

  • July 15, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતના સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર અટકાયત અને નાગરિકોના જીવન તથા વ્યકિતગત સ્વતંત્રતાને અસર કરતા કેસોમાં નિયમિત કોર્ટ સમય બાદ પણ ન્યાય મેળવવાની વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ પગલું ભયુ છે. સર્વેાચ્ચ અદાલતે આવી પરિસ્થિતિઓમાં નાગરિકોને રાત્રે, રજાના દિવસો અથવા સાહના અંતે પણ કોર્ટનો સંપર્ક કરવાની સુવિધા આપવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ઘડવાની માંગ કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તેમજ ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને વી. મોહનની ખંડપીઠે એડવોકેટ મહેરવિશ રેન દ્રારા દાખલ કરાયેલી અરજી પર સંબંધિત પક્ષોને નોટિસ જારી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ ચિંતા વ્યકત કરી હતી કે જો કોર્ટ ૨૪ કલાક ઉપલબ્ધ રહે તો કયાંક બિન–તાકીદના કેસોમાં પણ તેનો દુપયોગ ન થાય તેની કાળજી રાખવી જરી રહેશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આવી એસઓપી ન્યાયિક પ્રક્રિયા હેઠળ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટના વહીવટી વિભાગ દ્રારા તૈયાર કરવી વધુ યોગ્ય રહેશે. બીજી તરફ અરજદારે દલીલ કરી હતી કે છેલ્લા કેટલાક સમયથી મોડી રાત્રે ધરપકડ, વહેલી સવારે તોડી પાડવાની કાર્યવાહી, દેશનિકાલ અને સાહના અંતે અથવા જાહેર રજાઓ દરમિયાન થતી વહીવટી કાર્યવાહી જેવા બનાવો સામે આવ્યા છે. આવી પરિસ્થિતિમાં જો અદાલતો સુધી તાત્કાલિક પહોંચ ન મળે તો અસરગ્રસ્ત લોકોને ગંભીર અને કયારેક અપરિવર્તનીય નુકસાન ભોગવવું પડી શકે છે. અરજીમાં ભારપૂર્વક જણાવાયું છે કે વ્યકિતગત સ્વતંત્રતાનું રક્ષણ કોર્ટના નિર્ધારિત કામકાજના કલાકો સુધી મર્યાદિત રહી શકે નહીં. બંધારણીય લોકશાહીમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું સંરક્ષણ દિવસ કે રાતના સમય પર આધારિત ન હોવું જોઈએ. જો કોઈ વ્યકિતના જીવન અથવા સ્વતંત્રતા પર તાત્કાલિક ખતરો હોય તો તેને કોઈપણ સમયે બંધારણીય અદાલતનો દરવાજો ખટખટાવવાની તક મળવી જોઈએ. અરજદારે વધુમાં જણાવ્યું કે હાલમાં અદાલતોની સંસ્થાકીય વ્યવસ્થા મોટા ભાગે કામકાજના દિવસો, નિશ્ચિત કોર્ટ સમય અને મર્યાદિત વેકેશન બેન્ચ સુધી જ સીમિત છે. પરિણામે ઘણી વખત તાત્કાલિક ન્યાયની જરિયાત ધરાવતા લોકોને યોગ્ય સમયે રાહત મળતી નથી. આથી, સમગ્ર દેશમાં એકસમાન અને સ્પષ્ટ્ર માર્ગદર્શિકા તૈયાર કરીને જીવન અને સ્વતંત્રતાને અસર કરતા તાકીદના કેસોમાં ચોવીસે કલાક ન્યાયિક સુલભતા સુનિશ્ચિત કરવાની જરિયાત પર સુપ્રીમ કોર્ટે વિચારણા શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application