BREAKING NEWS

મોરબીમાં હોટેલમાં હાથ ધોવા બાબતે યુવકને મેનેજર–સંચાલકે માર માર્યેા

  • April 23, 2026 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી શહેરમાં આવેલ જીઆઇડીસી પંચવટી સોસાયટી કંકુ હાઈટસ લેટ નંબર –૨૦૧ માં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડીયા (ઉ.વ.૧૮) એ આરોપી આશીષભાઈ કાર્ગેા કેફેના મેનેજર રહે. મોરબી તથા હિરેનભાઈ કાર્ગેા કેફેના પાર્ટનર રહે. મોરબીવાળા વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં ફરીયાદી રવાપર ઘુનડા રોડ પર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટની બહાર જગ્યામા ફરીયાદ તેના મિત્રની પાર્ટી પતાવી ત્યા બાજુમા આવેલ કાર્ગેા કેફે નામની નાસ્તાની હોટેલમાં હાથ ધોવા માટે ગયેલ ત્યારે ત્યાના મેનેજર આશીષભાઈ સાથે ફરીયાદીને બોલાચાલી થતા આશિષભાઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હોય તેમજ ત્યાના શેઠ હીરેનભાઈએ આવીને ફરીયાદીને પ્લાસ્ટિકના પાઈપ વડે માથામા તેમજ ડાબા પગના સાથળ પાસે અને ચહેરા ઉપર મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application