BREAKING NEWS

સરપંચ–તલાટી મંત્રીને ધમકી આપી ખંડણી માગનાર ઉપલેટાનો કથિત પત્રકાર ઝડપાયો

  • April 23, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઉપલેટાના ખારચીયા ગામના સરપચં અને તલાટી મંત્રીને ખૂનની ધમકી આપી ખંડણી માંગનાર આરટીઆઇ એકિટવિસ્ટ કમ કથિત પત્રકાર આશિષ લાલકીયાને ઉપલેટા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ઉપલેટાના ખારચિયા (શહીદ) ગામે રહેતાં બોદુભાઈ દોપુભાઈ મથુપૌત્રા (ઉ.વ.૩૭) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખારચીયા (શહીદ) ગામના સરપચં તરીકે વર્ષ ૨૦૨૧ થી સેવા આપે છે. છ મહિના પહેલા ગામના દબાણ બાબતના પ્રશ્નોને લઈ ઉપલેટાના આશિષ લાલકીયા ગામમાં આવ્યો હતો ત્યારે ગામના તથા પંચાયતના ફોટા પાડીને જતો રહેલા હતો. એકાદ મહિના પછી આ આશિષ લાલકીયાએ ગ્રામ પંચાયતમાં આર.ટી.આઈ.ની અરજી કરેલ જેમાં તેને ગ્રામ પંચાયતના રેકર્ડની માંગણી કરી હતી.આશિષ લાલકીયા ગ્રામ પંચાયત ખાતેથી રેકર્ડ તપાસણી કરીને જતો રહેલ બાદ કચેરી રેકર્ડ તપાસણી વખતે અમુક રેકર્ડના ફોટા પાડી ગયેલ હતો, જે ફોટા જોડીને આ આશિષ લાલકીયાએ ગ્રામ પંચાયત વિદ્ધ ટીડીઓ રાજકોટ તથા તાલુકા પંચાયત કચેરી ઉપલેટા અને ગ્રામ પંચાયતમાં પણ અરજીની નકલ મોકલેલ હતી. અવારનવાર માનસિક ત્રાસ આપતો હોય જેથી દસેક દિવસ પછી તેનો કોન્ટેક કરેલ તો કહેલ કે, તમે ઉપલેટા આવો આપણે સમાધાન કરી લઈએ તેમ કહી ઉપલેટા સર્કીટ હાઉસ બોલાવેલ હતો.બાદમાં આશિષે કહ્યું હતું કે, તમારા ગામની મેટર પુરી કરવી હોય તો તમારે મારી સાથે સમાધાન કરી લેવું પડશે અને સમાધાન પેટે તમારે મને ૨ લાખ પિયા આપવા પડશે. જો તમે મને .૨ લાખ પિયા નહિ આપો તો હત્પં તમને તથા તમારા ગામના તલાટી મંત્રીને સસ્પેન્ડ કરાવી નાખીશ.
આ બનવાને લઇ ઉપલેટા પોલીસ મથકના પીઆઇ એચ.એમ.ધાધલ તથા ટીમે તપાસ હાથ ધરી આરોપી આશિષ અશોકભાઇ લાલકીયાને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી. આરોપી આશિષ સામે મહિલાની પજવણી સહિતના ગુના નોંધાઇ ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application