BREAKING NEWS

લવ ગાર્ડનમાં પરિણીતા પર જાતીય હુમલો કરનાર ભજીયાના કારીગરની આકરી સરભરા

  • February 28, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રેસકોર્ષના લવ ગાર્ડન તરીકે ઓળખાતા બગીચામાં ૩૩ વર્ષીય પરિણીતા પતિ સાથે વોકિંગ કરી રહી હતી ત્યારે તેણીના પતિ આગળ નીકળી ગયા હોઈ આ મહિલા એકલી ચાલી રહી હતી તે વખતે અચાનક પાછળથી આવેલા શખસે તેણીની ગળચી પકડી લઈ મોઢું દબાવી દઈ તેમજ પ્રાઇવેટ પાર્ટ પર અડપલા કરી લઈ તેણીને પછાડી દઈ છેડતી કરતાં સનસનાટી મચી ગઇ હતી. ગૃહિણીનો પતિ સહિતના લોકો દોડી આવતાં આ શખસ ભાગી ગયો હતો. બીજા દિવસે આ દંપતિ તેને શોધવા ફરીથી વોકિંગમાં આવતાં આ શખસ ફરીવાર ત્યાં દેખાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ભજીયાના કારીગર એવા રૈયાધારના શખસ સામે ગુનો નોંધી તેની સરભરા કરી હતી.


જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસે જામનગર રોડ પરની એક સોસાયટીમાં રહેતાં ૩૩ વર્ષિય પરિણીતાની ફરિયાદ પરથી રૈયાધારના વિજય નાનજીભાઈ કુંવરીયા વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લીધો છે. તે બે સંતાનનો પિતા છે અને ભજીયાનો કારીગર છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પરિવાર સાથે રહે છે અને પતિ વેપાર કરે છે. ૨૪મીએ રાતે સવા દસેક વાગ્યે તે અને તેના પતિ બંને રેસકોર્ષના લવ ગાર્ડનમાં વોકિંગ કરવા ગયા હતાં. આ વખતે પતિ આગળ આગળ ચાલતાં હતાં અને તે પાછળ રહી ગઇ હતી. ત્યારે લવ ગાર્ડનમાં ફનવર્લ્ડ તરફના ગેઈટના ખુણા પાસે પહોંચતા અચાનક અજાણ્યો શખસ ચાલીને આવ્યો હતો અને પરિણીતાની ગળચી પકડી લીધી હતી. તેમજ પોતાના હાથથી મહિલાનું મોઢુ દબાવી દીધુ હતું. પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા માંડયો હતો. આ ઉપરાંત મહિલાને જમીન પર પછાડી દીધી હતી અને ઢસડી હતી.


પરિણીતાએ બૂમાબૂમ કરતાં આ શખસ લવ ગાર્ડનની ગ્રીલ ઠેકીને ભાગી ગયો હતો. મને મુંઢ ઈજા થઈ હોઇ બૂમાબૂમ સાંભળીને તેના પતિ આવી ગયા હતાં. બીજા દિવસે પરિણીતા અને તેના પતિ આ શખસને શોધવા માટે ફરીથી રેસકોર્ષ પહોંચ્યા હતાં. દરમિયાન છેડતી કરનારો શખસ નજરે પડતા પોલીસને બોલાવી લીધી હતી. તુરંત પોલીસે પકડીને આ શખસની પુછતાછ કરતાં પોતાનું નામ નામ વિજય નાનજીભાઈ કુંવરિયા હોવાનું અને પોતે રૈયાધારમાં રહેતો હોવાનું કહ્યું હતું. બદનામી ન થાય એ માટે મહિલાએ તુરંત ફરિયાદ કરી નહોતી. પણ છેડતી કરનાર પકડાઈ જતાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઈ એસ. વી.જોરાએ ગુનો નોંધ્યો હતો.


પીએસઆઈ ડી.એસ. ગજેરા અને એએસઆઈ આનંદભાઈ પરમારે આરોપીની ધરપકડ કરી વધુ પુછતાછ કરતાં ઝડપાયેલા શખ્સ વિજયએ પોતે અલગ અલગ સ્થળે ભજીયાના કારીગર તરીકે કામ કરતો હોવાનું અને સંતાનમાં એક દિકરી હોવાનું કહ્યું હતું. મહિલાને એકળી ભાળી તેણે છેડતી કરી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application