BREAKING NEWS

ચૂંટણી પૂર્વે ગુનેગારો સામે કડક કાર્યવાહી દંપતી સહિત પાંચ પાસા હેઠળ જેલહવાલે

  • April 23, 2026 09:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરીમાં સાગર ચોકમાં રહેતા ફરાર નામચીન શખસ અને ઘરફોડ ચોરીમાં ફરાર પતિ-પત્નીને પકડી અમદાવાદ જેલ હવાલે કર્યા છે. જયારે માલવીયાનગર પોલીસે વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા નવલનગરના શખસને વડોદરા અને મારૂતિનગરના શખસને પકડી સાબરમતી જેલ હવાલે કર્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ,પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ સનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આગામી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તે માટે વિવિધ ગુનાઓમાં ફરાર શખસોને પકડી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. જે હેઠળ ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલિયા, એમ એલ ડામોર, સી.એચ. જાદવની ટીમે સોના-ચાંદીના દાગીના, રોકડ તા કિંમતી વસ્તુઓની ચોરી કરનાર પતિ હિતેશ દિનેશભાઈ ડવ(ઉં વ ૨૮) અને તેની પત્ની ઇલાબેન હિતેશભાઈ ડવ(ઉં વ ૩૯)(રહે રૈયા, બંસીધર પાર્ક મૂળ ઈશ્વરયા ગામ,પડધરી) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે દરખાસ્તને પોલીસ કમિશનર દ્વારા મંજુરીની મહોર લગાવવામાં આવતા પતિ-પત્નીને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી કાર્યવાહી કરી અમદાવાદ જેલ ખાતે ધકેલ્યા હતા. આ પતિ પત્ની વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મકમાં બે જ્યારે પડધરી પોલીસ મકમાં ચોરીનો એક ગુનો નોંધાઈ ચુક્યો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા વાંકાનેર અને માળિયા (મી.) પોલીસ મકમાં દારૂના અલગ અલગ આઠ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલ કુખ્યાત બુટલેગર સુનિલ હકાભાઈ સાકરિયા (ઉ.વ.૩૦, રહે. ૧૬૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, આવાસ યોજના ક્વાટર, બ્લોક નં.૧, ક્વાટર નં. ૧૨૨૨, સાગર ચોક,)ને પકડી પાડવા તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપતા દરખાસ્ત પર મંજુરીની મહોર લાગતા બુટલેગર સુનિલ સાકરિયાને પકડી અમદાવાદ મધ્યસ્ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.
ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ અને એસીપી બી.જે. ચૌધરીની સુચના અનુસંધાને માલવિયાનગર પોલીસ મકના પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી સહિતના ગુનામાં અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચુકેલા શખસ મોહિત ચનાભાઈ સોલંકી (રહે. મારૂતિ નગર શેરી નં.૧, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ) અને અક્ષય મહેશભાઈ વ્યાસ (રહે. નવલનગર શેરી નં. ૩ વાછરાડાડાના મંદિરની પાસે, મૂળ વાવડા ગામ, જસદણ,) વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને મંજુરી મળતા બન્ને શખસોને પકડી કાર્યવાહી કરી મોહિતના સાબરમતિ જેલ જ્યારે અક્ષય વ્યાસને વડોદરા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application