\
કોવિડ-19નો ભયાનક તબક્કો પસાર થઈ ગયો છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક આંકડો રજૂ કર્યો છે જે હજી પણ આપણને ડરાવવા માટે પૂરતો છે. ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે કોવિડ -19ના કારણે હજુ પણ વિશ્વભરમાં એક સપ્તાહમાં લગભગ 1700 લોકોના મોત થઇ રહ્યા છે. સંસ્થાએ લોકોને રસીકરણ ચાલુ રાખવા માટે પણ વિનંતી કરી છે. ડબ્લ્યુએચઓએના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે રસીકરણની અછતને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે. યુએન આરોગ્ય એજન્સીના વડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સતત મૃત્યુ હોવા છતાં, ડેટા દશર્વિે છે કે આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં રસીકરણમાં ઘટાડો થયો છે.તેમણે કહ્યું, ડબ્લ્યુએચઓ ભલામણ કરે છે કે સૌથી વધુ જોખમ ધરાવતા જૂથોમાંના લોકોને તેમના છેલ્લા ડોઝના 12 મહિનાની અંદર કોવીડ-19 રસી મળે. ડબ્લ્યુએચઓએ કોવિડને કારણે અત્યાર સુધીમાં70 લાખથી વધુ મૃત્યુની જાણ કરી છે, જોકે કોવિડ રોગચાળાને કારણે મૃત્યુની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનું માનવામાં આવે છે. વધુમાં, કોવિડ-19એ અર્થવ્યવસ્થાને બરબાદ કરી અને આરોગ્ય પ્રણાલીઓને લકવાગ્રસ્ત કરી દીધી. ડબ્લ્યુએચઓએ સરકારોને વાયરસની દેખરેખ જાળવવા તેમજ લોકોને ભરોસાપાત્ર પરીક્ષણો, સારવાર અને રસી ઉપલબ્ધ હોવાની ખાતરી કરાવવા વિનંતી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMઆજે તો તને છરી મારી જ દેવી છે, ભત્રીજાને ધમકી આપતા કાકા સમજાવવા જતાં છરી ઝીંકી
November 22, 2024 02:41 PMઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech