ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી ન્યુ સાગર સોસાયટીમાં રહેતા યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો તેમાં મુકી બીભત્સ શબ્દો લખતા આ અંગે યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,શહરેના કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નં.૪ માં રહેતા ઇમિટેશનના કારીગર ઇમરાન યુનુસભાઇ ધાનાણી(ઉ.વ ૩૪) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ઇન્સ્ટાગ્રામ પર ઇમરાનકસીશ નામના આઇડીનો ઉપયોગ કરે છે.
જુન ૨૦૨૪ માં તેને માસીયાઇ ભાઇ ઇર્શાદ ડાંગસીયા(રહે. રાજકોટ) નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારી ઇન્સ્ટા. આઇડી પર અજાણી આઇડી ઇરફાન ૦૦૦૦ પરથી રિકવેસ્ટ આવી હતી જે આઇડીમાં તારો અને તારી ગર્લફ્રેન્ડનો ફોટો રાખેલ હતો.જેથી મેં રિકવેસ્ટ સ્વીકારતા તારો ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા હતાં.જેથી યુવાને ચેક કરતા કોઇ શખસે ફેક આઇડી બનાવી તેમાં યુવાનની જાણ બહાર તેનો અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો પ્રોફાઇલ એકાઉન્ટમાં રાખી તે ફોટો પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કર્યેા હતો.અને બિભત્સ શબ્દો લખ્યા હતાં.દરમિયાન યુવાનના કાકાના દિકરા ઇમ્તીયાઝે પણ કહ્યું હતું કે,આ ફેક આઇડીમાં યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો રાખી બિભત્સ શબ્દો લખ્યા છે.
આમ કોઇ અજાણી વ્યકિતીએ ઇન્સ્ટાગ્રામ પર ઇરફાન ૦૦૦૦ નામની ફેક આઇડી બનાવી યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી યુવાનના સંબંધીઓને આ ફોટો મોકલી બિભત્સ લખાણ લખ્યું હોય યુવાને આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં અરજી કર્યા બાદ હવે આ બાબતે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા હેડ કોન્સ. દિપક પંડીતે આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કર્યેા હતો.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ કે.એસ.દેસાઇ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech