તાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા

  • November 22, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડના આણંદપર ગામે રહેતા અને રાજકોટમાં મંડપ સર્વિસનો વ્યવસાય કરનાર યુવાનને પ્રસંગમાં જવા માટે મિત્ર પાસે કપડાં માંગ્યા હોય જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં યુવાન રાત્રિના તાલુકા પોલીસ સ્ટેશન પાસે બેઠો હતો દરમિયાન મિત્ર પાઇપ લઈને ધસી આવ્યો હતો અને યુવાન પર હત્પમલો કરી દીધો હતો. જેથી તે અહીંથી ભાગી કટારીયા ચોકડી સુધી પહોંચતા તેનો પીછો કરી ફરી તેને પાઇપ વડે મારમારી હાથની આંગળીમાં અને પગમાં ફ્રેકચર કરી દીધું હતું. જે અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે યુવાનના મિત્ર સહિત બે શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, કાલાવડના આણંદપર ગામે રહેતા ધર્મેશ ખીમજીભાઇ બગડા (ઉ.વ ૨૨) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીેશ પરમાર અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટમાં મવડી હેડ કવાર્ટરના નવા ગ્રાઉન્ડ પાછળ મંડપ સર્વિસનો વ્યવસાય કરે છે. ગત તારીખ ૧૬૧૧ ના રાજકોટમાં તેના મિત્રના લ વેડિંગ પ્લેસ પાર્ટી પ્લોટમાં હોય લમાં જવા પહેરવાના કપડાં તેની સાથે ન હોય આણંદપર ઘરે કપડાં લેવા જાય તો મોડું થાય તેમ હોય જેથી તેણે મિત્ર જીેશ પરમારને કપડા માટે ફોન કર્યેા હતો. પરંતુ તેણે ફોન ઉપાડો ન હતો. બાદમાં તે આણંદપર જઈ કપડાં બદલી અહીં લમાં ગયો હતો. ત્યારબાદ નવ વાગ્યા આસપાસ લમાં હતો ત્યારે તેણે જીેશને ફરી ફોન કરી મારે જર હતી ત્યારે મારો ફોન કેમ ન ઉપાડો? તેવું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જીેશે ગાળો આપતા તેણે ફોન કાપી નાખ્યો હતો. બાદમાં વારંવાર જીેશના ફોન આવતા તેણે રિસીવ કર્યા ન હતા અને મિત્ર વિશાલને વાત કરી જીેશને સમજાવા કહ્યું હતું બાદમાં યુવાનને અજાણ્યા નંબર પરથી નભા પરમારનો ફોન આવ્યો હતો અને સમાધાનની વાત કરી હતી યુવાને ના કહેતા બોલાચાલી થઈ હતી અને તેને ગાળો આપી ફોન કાપી નાખ્યો હતો.
યુવાન રાત્રિના તાલુકા પોલીસ સ્ટેશન પાસે ચાની લારીએ બાઈક પર બેસી માસીયાઇ ભાઈ પ્રશાંતની રાહ જોતો હતો ત્યારે રાત્રિના બારેક વાગ્યા આસપાસ જીેશ અહીં બાઇક લઈને આવ્યો હતો અને લોખંડનો પાઇપ માથામાં મારવા જતા યુવાને હાથ આડો રાખતા ફોન તૂટી ગયો હતો અને આંગળીમાં ઇજા પહોંચી હતી. બાદમાં યુવાન અહીંથી ભાગી કટારીયા ચોકડી તરફ જતા કિયાના શોમ પાસે પહોંચતા રોડ ક્રોસ કરવા જતાં રેલિંગ પર ચડતી વેળાએ જીેશ અહીં પહોંચી ગયો હતો અને પાઇપના ઘા ફટકાર્યા હતા. અહીં લોકો એકત્ર થઇ જતા જીેશ ચાલ્યો ગયો હતો ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેને આંગળીમાં અને પગમાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું. ત્યારબાદ તેણે આ અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application