રૈયા ગામમાં અગાઉના ઝગડાના મનદુ:ખમાં યુવકને છરી બતાવી ધમકાવતા શખ્સોને ટપારતા યુવકના કાકાને ત્રણ શખ્સોએ છરી ઝીકી દેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની પ્રા વિગત મુજબ રૈયા ગામમાં રહેતો કલ્પેશભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૩૫)નો યુવકે રાત્રીના દશેક વાગ્યાના અરસામાં રૈયા ગામના બસ સ્ટેન્ડ પાસે હતો ત્યારે નાનજી ઉર્ફ લાલો ભુપતભાઇ પરમાર, મહેશ મનસુખભાઇ પરમાર અને વિશાલ મેરીયાએ ઝગડો કરી છરીથી હત્પમલો કરતા પીઠના ભાગે ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ ખાતે આવી યુવકનું નિવેદન નોંધી તેના આધારે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
હોસ્પિટલના બિછાને રહેલા કલ્પેશના જણાવ્યા મુજબ પોતે ડ્રાઇવીંગ કામ કરે છે, ચારેક મહિના પહેલા અમારી જમીનમાં દબાણ થયું હોઇ આ મામલે મેં લાલા સહિતના વિધ્ધ અરજી કરી હતી. તેનો ખાર રાખી આ લોકો સાંજે મારો ભત્રીજો દિવ્યેશ રૈયા ગામના બસ સ્ટેશન પાસે ચાલીને જતો હતો ત્યારે તેને છરી બતાવી આજે તો તને મારી જ દેવી છે, તેવી ધમકી આપી હતી. જેની જાણ મને થતા મેં ત્યાં જઇ આ લોકોને સમજાવ્યા હતાં અને ભત્રીજાને લઇને ઘરે આવી ગયો હતો બાદમાં રાત્રીના લાલો, મહેશ અને વિશાલ ઘર પાસે આવી ગાળાગાળી કરતા હોવાથી તેને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ જઈ છરી કાઢી હત્પમલો કરતા છરીનો ઘા પીઠના ભાગે લાગી ગયો હતો. મેં દેકારો કરતા ત્રણેય નાસી ગયા હતા અને મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે યુવકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ભાજપની ભવ્ય તિરંગા યાત્રા, દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો
May 15, 2025 11:20 AMશિકારીવૃતિના હિંસક કૂતરાં હવે પાળી શકાશે નહીં: અમદાવાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત
May 15, 2025 11:09 AMમોરબીના શનાળા ગામ નજીક આઠ માળનું ગેરકાયદે બિલ્ડિંગ સીલ કરાયું
May 15, 2025 11:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech