ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રેલવે સ્ટેશન પાસે રહેતા અબ્બાસ સુલેમાન સુંભણીયા નામના 24 વર્ષના માછીમાર યુવાને હાલ ચોમાસાની સિઝનમાં દરિયામાં માછીમારી ન કરવા અંગે જિલ્લા કલેકટરનું જાહેરનામું અમલમાં હોવા છતાં પણ તેણે કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર પોતાની ફિશિંગ બોટ લઈને સફી ઢોરા વિસ્તારમાં દરિયામાં માછીમારી કરતા પોલીસે ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયામાં અજાણ્યા એક્ટિવા ચાલકની ઠોકરે મહિલા ઈજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા શહેનાઝબેન આરીફભાઈ અબ્બાસભાઈ સંઘાર નામના 30 વર્ષના મહિલાને ખંભાળિયામાં હુસેની ચોક વિસ્તારમાંથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા એક્ટિવાના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech