પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માએ રાજકોટમાં અસંતુષ્ટ્ર દાવેદારોનો બેફામ બળાપો સાંભળ્યો
પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્વકર્માએ રાજકોટમાં અસંતુષ્ટ્ર દાવેદારોનો બેફામ બળાપો સાંભળ્યો
April 13, 2026 03:10 PM
રાજકોટ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઇકાલે રાજકોટ શહેરની મુલાકાત લઇ મહાપાલિકાની ચૂંટણી લડી રહેલા ૭૨ ઉમેદવારો સાથે બ મુલાકાત કરી જન સેવાના સંકલ્પ લેવડાવ્યા તથા જેમને દાવેદાર હોવા છતાં ટિકિટ મળી નથી તેમજ જેમની ટિકિટ કપાઇ છે તેવા તમામ અસંતુષ્ટ્રોનો બળાપો સાંભળ્યો હતો. યોતિન્દ્રમામા મહેતાને ત્યાં લચં લઇ ત્યાં આગળ જૈન સમાજની રજૂઆત સાંભળી હતી.રાજકોટના તમામ વિધાનસભા કાર્યાલયની મુલાકાત લીધી હતી. પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સમક્ષ વોર્ડ નં.૨, વોર્ડ નં.૩, વોર્ડ નં.૭, વોર્ડ નં.૧૩, વોર્ડ નં.૧૪ અને વોર્ડ નં.૧૭ના અસંતુષ્ટ્રોએ પોતાનો ઉભરો ઠાલવ્યો હતો. વોર્ડ નં.૨માં વર્ષેાથી ભાજપ બ્રાહ્મણ અને લોહાણા ઉમેદવારને એક એક ટિકિટ આપવામાં આવે છે તે પરંપરા આ વખતે તૂટી છે અને વોર્ડ નં.૨માં દાવેદારો હોવા છતાં આ બન્ને સમાજના એક પણ ઉમેદવારને ટિકિટ અપાઇ નથી તેવો સૂર ઉઠો હતો. તદઉપરાંત વોર્ડ નં.૨માંથી આ વખતે સહકારી મહર્ષિ એવા યોતિન્દ્રમામા મહેતાના પુત્ર રાહત્પલ મહેતાએ દાવેદારી કરી હતી પરંતુ તેમનું નામ ધ્યાને લેવાયું નહીં તે મુદે જૈન સમાજે નારાજગી વ્યકત કરી હતી. યોતિન્દ્રમામા મહેતાને ત્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષએ લચં લીધું હતું ત્યારબાદ ત્યાં આવેલા જૈન સમાજના આગેવાનોને સાંભળ્યા હતા, જૈન આગેવાનોએ એવી રજૂઆત કરી હતી કે રાજકોટમાં એક લાખની વસતી હોવા છતાં જૈન સમાજની રજૂઆત ધ્યાને લેવાઇ નથી તેવો ખેદ વ્યકત કર્યેા હતો. વોર્ડ નં.૩માં દાવેદાર હોવા છતાં જેમને ટિકિટ મળી નથી તેવા હેમુ પરમારે પણ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. વોર્ડ નં.૭માં ટિકિટ મળ્યા બાદ ઉમેદવારીપત્ર ભરવા જતી વેળાએ છેલ્લી ઘડીએ જેમની ટિકિટ કપાઇ તે શૈલેષભાઈ જાનીએ પણ પોતે વર્ષેાથી ભાજપનું કામ કરતા હોય અને નિર્વિવાદ વ્યકિત હોવા છતાં તેમની ટિકિટ કાપવામાં આવી તે બદલ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ દુ:ખ વ્યકત કયુ હતું. વોર્ડ નં.૯માં વર્ષેાથી ભાજપમાં કાર્યરત પ્રજ્ઞાબેન પીઠડીયા નામના મહિલાએ તેમને શા માટે ટિકિટ ન અપાઈ તેની રજૂઆત કરી હતી અને પ્રદેશ અધ્યક્ષ સમક્ષ આ રજૂઆત વેળાએ તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડા હતા. વોર્ડ નં.૧૩માં જેમની ટિકિટ કપાઇ તે નીતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા અને જયાબેન ડાંગરના પુત્ર શૈલેષ ડાંગરએ પણ પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજુઆતો કરી હતી જેમાં નીતિન રામાણીએ પોતાની ટિકિટ કાપીને નિષ્ક્રિય વ્યકિત પંકજ લુણાગરિયાને ટિકિટ આપ્યાનો આક્ષેપ કર્યેા હતો. યારે સુરેન્દ્રસિંહ વાળાએ પોતાની ટિકિટ શા માટે કાપવામાં આવી ? તેનું કારણ જાણવા માંગ્યું હતું. યારે શૈલેષ ડાંગરે ભાજપે જેમને ટિકિટ આપી તેના પિતા આમ આદમી પાર્ટીની સભામાં બેઠા હોવાનો સોશ્યલ મીડિયામાં ફરતો ફોટો પ્રદેશ અધ્યક્ષને બતાવ્યો હતો ! આ ઉપરાંત ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના કાર્યાલયે વોર્ડ નં.૧૩ના મહિલા મોરચા પ્રમુખ નયનાબેન ગોહિલે તેમને ટિકિટ આપવાનું વચન આપ્યા બાદ ટિકિટ નહીં આપીને વચનભગં કર્યાનો આક્ષેપ કર્યેા હતો. વોર્ડ નં.૧૭માં ૩૫ વર્ષથી ભાજપમાં સક્રિય લેઉવા પાટીદાર વિઠલભાઈ અભંગીએ જણાવ્યું હતું કે તેઓ અન્ય વોર્ડમાં રહે છે માટે તેમને વોર્ડ નં.૧૭માં ટિકિટ ન મળે તેમ કહી ટિકિટ કાપી નાખવામાં આવી છે ત્યારે શું તમામ વોર્ડના ઉમેદવાર તેમને યાં ટિકિટ અપાઇ ત્યાં જ રહે છે !? તેવો સવાલ ઉઠાવી વોર્ડ નં.૧૭માં રહેતા ત્યાં સુધી કેમ ટિકિટ ન આપી ? હવે અન્ય વોર્ડમાં રહેવા ગયા તેવું કારણ જાહેર કરી દાવેદારી ગ્રાહ્ય રખાઇ નથી તે અયોગ્ય છે તેમ જણાવ્યું હતું. હાલ સુધી વર્ષેાથી વોર્ડ નં.૧૭ના ભાજપના સંગઠનમાં પક્ષે હોદા આપ્યા ત્યારે પક્ષ મને કયા વોર્ડમાં ગણતો હતો ? તેવા સવાલો તેમણે ઉઠાવ્યા હતા...