BREAKING NEWS

સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં દેખાયો સાપ

  • May 21, 2026 08:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલમાન ખાનના મુંબઈના બાંદ્રા સ્થિત સુપ્રસિદ્ધ ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ના કાર પાર્કિંગ વિસ્તારમાં સોમવારે અચાનક એક સાપ દેખાતા ભારે દોડધામ મચી ગઈ હતી. સલમાન ખાન પોતાના પરિવાર સાથે આ જ બિલ્ડિંગમાં રહેતો હોવાથી સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. બિલ્ડિંગના કોમન એરિયામાં શટર નજીક સાપ દેખાતા જ ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ મનોજ કટ્ટેએ તુરંત સ્થાનિક સ્નેક રેસ્ક્યુઅર વિકી દુબેને આ અંગે જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સ્નેક રેસ્ક્યુઅર ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાર્કિંગ વિસ્તારમાં ઝીણવટભરી શોધખોળ બાદ સાપની પૂંછડી પકડીને તેને અત્યંત કુશળતાપૂર્વક કોઈ પણ વિક્ષેપ વગર બેગમાં પૂરી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધો હતો. બાદમાં તપાસ કરતા આ સાપ ‘ધામણ’ તરીકે ઓળખાયો હતો, જેને સામાન્ય ભાષામાં ‘ઇન્ડિયન રેટ સ્નેક’ કહેવામાં આવે છે. વન્યજીવ નિષ્ણાતોના મતે ધામણ સાપ સામાન્ય રીતે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે, જે અવારનવાર રહેણાંક વિસ્તારોમાં ઉંદરોનો શિકાર કરવા અથવા આશ્રયની શોધમાં આવી ચડે છે. તેની લાંબી સાઇઝ અને અત્યંત ઝડપી હલચલને કારણે સામાન્ય લોકો ઘણીવાર તેને ઝેરી સમજીને ગભરાઈ જતા હોય છે. મુંબઈમાં ખાસ કરીને ચોમાસા અને ઋતુ પરિવર્તન દરમિયાન આવી ઘટનાઓ સામાન્ય બને છે. જો કે, આ સમગ્ર ઘટનામાં રેસ્ક્યુઅર્સની સમયસૂચકતાને લીધે સાપ કે ત્યાં હાજર કોઈ પણ વ્યક્તિને સામાન્ય ઈજા પણ પહોંચી નહોતી અને એક મોટો ખતરો શાંતિપૂર્ણ રીતે ટળી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application