ઉપલેટા પંથકના ભાયાવદર તાબેના ખીરસરા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના દરવાજાના નકુચા અને આગડિયા તોડી રૂમમાં રાખેલ પેટીના તાળા તોડી ખેત મજુરને ખેતીની આવેલ ઉપજના રોકડા રૂપિયા 2.08 લાખની ચોરી કરી લઈ ગયા હતા પરંતુ પેટીમાં પડેલા સોના ચાંદીના દાગીના છોડી જતા શંકાસ્પદ ચોરી અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભાયાવદર તાબેના ખીરસરા ગામે રહેતા પોપટભાઈ પથુભાઈ વાઘેલા ઉ.વ. ૫૦ વાળાએ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોપટભાઈ વાઘેલા ખીરસરા ગામના રસીકભાઈ વશરામભાઈ પટેલની ખેતીની ૨૦ વિઘા જમીન રૂ
૫૦,૦૦૦ માં એક વર્ષ માટે વાવવા રાખેલ હોય ચાલુ વર્ષમાં મગફળી ૧૦ ખાંડી તથા ૮૦ મણ તુવેરદાળ થયેલ તે અમોએ વેચેલ જેમાં મગફળીના ૨,૩૦,૦૦ આવેલ તથા તુવેરના રૂ. ૧,૧૫,૦૦૦ આવેલ હતા,જેમાંથી મજુરી ચુકવેલ હતી અને બાકીના રૂ.૨,૦૮,૦૦૦ વધેલ હતા તે મકાને રૂમમાં લોખંડની એક પેટી (કોઠી)માં પૈસા રાખેલ હતા.
આ તમામ રૂ. ૫૦૦ ના દરની નોટો હતી,ગત તા. ૨૪/૦૨/૨૦૨૬ના રાત્રિના દશેક વાગ્યે વહેલી સવારના રસીકભાઇ પટેલના ખેતરમાં ઘઉંમાં પાણી વાળવાનું હોઈ જેથી રસીકભાઇની વાડીએ જઈને ફરિયાદી સુઇ ગયેલ હતા અને તા. ૨૫/૦૨/૨૦૨૬ સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી વાડીએ પાણી વાળેલ હતુ બાદ બપોરે અઢી વાગ્યે ઘરે આવેલ હતો.
ત્યારે ઘરના મેઇન દરવાજાની જારીનું તાળુ તુટેલ હતું તથા મકાનના રૂમનું તાળુ તુટ્ટેલ હતુ જેથી રૂમમાં જઈને જોયેલ તો લોખંડની પેટી (કોઠી)નો આગળીયો તુટેલ હતો અને અમોએ જે કાળો થે લામાં પૈસા રાખેલ હતા તે થેલો રૂમમાં પલંગ ઉપર પડેલ હતો અને તે થેલામાં રૂ. ૨,૦૮,૦૦૦ ભરેલ થેલી હતી તે જો વામાં આવેલ નહિ જેથી અમોએ પેટીમાં બીજો સામાન જે તે સ્થીતીમાં પેટટીમાં અંદર હતો.
આ ઉપરાંત ચાંદીના સાંકળા સોનાની મુરકલી જે પેટીમાં જે તે સ્થીતીમાં હતી જેથી ફરિયાદીએ સાળા દીનેશભાઈને કહેલ કે તારી બહેનને ભોલાવ ઘરે ચોરી થયેલ છે જેથી દીનેશે મંજુને બોલાવેલ અને મારી દીકરી નીતા બકરા ચરાવવા ગયેલ હતી તે આવેલ હતી અને દીકરી નીતાએ કહેલ કે મારા મમી સવારના સાતેક વાગ્યે ગામમાં મજુરીએ ગયેલ હતા તેમજ હું સવારના દશેક વાગ્યે ઘરે તાળુ મારીને બકરા ચરાવવા માટૅ ગયેલ હતી.
જેથી આ અંગે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા ચલાવવામાં આવી રહી છે.