- સોનુ પર ચેમ્બૂરમાં એક કાર્યક્રમમાં દરમિયાન કરાયો હુમલો
- ઠાકરે જૂથના MLAના પુત્રે સોનુ અને તેના બોડીગાર્ડને ધક્કા માર્યાનો આરોપ
બોલીવૂડના જાણીતા સિંગર સોનુ નિગમ પર એક ઈવેન્ટ દરમિયાન હુમલો થયો. હુમલો કરનારો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યનો દીકરો હતો. ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરે ચેમ્બૂર વિસ્તારમાં ફેસ્ટીવલમાં ફિનાલેમાં એક ઈવેન્ટનું આયોજન કરાવ્યું હતું. આ ઈવેન્ટમાં સોનુ નિગમ ગાઈ રહ્યો હતો. આરોપ છે કે, ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરના દીકરાએ જ તેની સાથે ધક્કામુક્કી કરી હતી.
રિપોર્ટ મુજબ ફટેરપેકરના દીકરા સ્વપ્નિલએ પહેલા સોનૂની મેનેજર સાયરા સાથે ગેરવર્તન કર્યું અને બાદમાં જ્યારે સોનૂ નિગમ સ્ટેજથી નીચે આવી રહ્યો હતો, તો સોનુના બોડીગાર્ડને ધક્કો માર્યો અને બાદમાં સાનૂને ધક્કો માર્યો હતો. આ ધક્કા મુક્કીમાં સોનૂ નિગમના ઉસ્તાદના દીકરા રબ્બાની ખાન સ્ટેજ પરથી નીચે પડી ગયો અને તેણે ઈજા થઈ. હુમલા બાદ સોનૂ નિગમ આઘાતમાં છે.
ઘટના બાદ મોડી રાતે સોનુ નિગમ ચેમ્બૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યો હતો. તેના થોડા સમય બાદ ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકર પણ પહોંચ્યા હતા. પોલીસે સોનુ નિગમની ફરિયાદના આધાર પર ઠાકરે જૂથના પ્રકાશ ફટેરપેકરના દીકરા સ્વપ્નિલ ફટેરપેકર વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. પોલીસે આઈપીસીની કલમ 341,323,337 હેઠળ કેસ નોંધી આગળ તપાસ શરૂ કરી છે.
સોમવારે મોડી સાજે સોનૂ નિગમ એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યના દીકરાએ તેમની સાથે ધક્કા મુક્કી કરી હતી. આ હુમલામાં રબ્બાની ખાનને ઈજા થઈ છે, જે બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જો કે હળવી ઈજા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો કઈ ઉંમરની વ્યક્તિએ કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ?
July 20, 2024 05:34 PMજો તમને કમર સુધીના લાંબા વાળ પસંદ હોય તો આ અજમાવો ઘરગથ્થુ ઉપાય
July 20, 2024 05:20 PMઆ કારણોથી પણ થઇ શકે છે ફેફસાંનું કેન્સર,માત્ર બીડી અને સિગારેટ પીવાથી જ નહી
July 20, 2024 04:51 PMજામનગર જિલ્લાના ૩૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ ચાંદીપુરા વાયરસ સામે લડવા થયા તાલીમબદ્ધ
July 20, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech