લાંબા વાળ કોને પસંદ નથી? જો વાળ લાંબા, જાડા અને સુંદર લાગે તો મહિલાઓનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. એવી ઘણી સ્ત્રીઓ છે જે સતત વાળ ખરવાથી પરેશાન છે અને વાળ વધારવાની નવી રીતો શોધે છે પરંતુ ઘણી વખત ઘરમાં જ એવા ઉપાયો છુપાયેલા હોય છે જે વાળના વિકાસમાં અદ્ભુત અસર દર્શાવે છે અને વાળને કમર અને ઘૂંટણ સુધી લાંબા કરવામાં કારગર સાબિત થાય છે. અહીં પણ એવું જ તેલ બનાવવાની પદ્ધતિ આપવામાં આવી છે જે વાળની લંબાઈ વધારવામાં મદદરૂપ છે. આ ઉપાય અજમાવવામાં સરળ અને અસરકારક પણ છે. વાળ વધારવા માટે તલ અને મેથીનું તેલ ખુબ જ ઉપયોગી નીવડે છે.
તલનું તેલ અને મેથીના દાણા સરખા પ્રમાણમાં લો અને ઉકાળો. આ તેલને લગભગ 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી ગેસ બંધ કરો અને તેલને ઠંડુ થવા દો. આ તેલનો ઉપયોગ વાળમાં માલિશ કરવા માટે કરી શકાય છે. વાળ ધોવાના એક કલાક પહેલા આ તેલને થોડું ગરમ કરો અને તેને મૂળથી લઈને વાળના છેડા સુધી લગાવો. જો ઈચ્છો તો આ તેલ વાળમાં આખી રાત લગાવીને રાખી શકાય છે. અઠવાડિયામાં 2 થી 3 વખત વાળમાં તલ અને મેથીનું તેલ લગાવવાથી તેનું પરિણામ મળે છે. તલ અને મેથી વાળને લાંબા અને જાડા બનાવવામાં મદદ કરે છે.
તલના તેલમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ, ઓમેગા ફેટી એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. આ તેલમાંથી એમિનો એસિડ, વિટામિન B, E અને K પણ મળે છે. તલના તેલનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે. આ તેલનો ઉપયોગ સેલ ડેમેજ ઘટાડે છે, વાળ ખરતા અટકે છે, વાળના વિકાસમાં મદદ કરે છે, માથાની ચામડીને હાઇડ્રેશન પ્રદાન કરે છે. આ તેલની અસર વાળને સૂર્યની હાનિકારક કિરણોથી બચાવવામાં જોવા મળે છે અને આનાથી ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.
મેથીના દાણા વાળને માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદા આપે છે. મેથીના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને વાળની જાડાઈ વધારવામાં અસરકારક છે. આ બીજ પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે અને તેમાં એમિનો એસિડ પણ હોય છે. જે વાળ માટે ફાયદાકારક હોય છે. વાળ ખરતા અટકાવવા અને વાળનો ગ્રોથ વધારવા ઉપરાંત મેથીના દાણાને માથા પર લગાવવાથી વાળ અકાળે સફેદ થવાની શક્યતા ઘટી જાય છે. મેથીના દાણા માથાની ચામડીમાંથી ખોડો દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે અને વધુ પડતા તૈલી સ્કેલ્પમાંથી વધારાનું તેલ પણ દૂર કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech