શહેરના ફુલસર, કર્મચારીનગરમાં મોટરસાયકલ ધીમે ચલાવવાનું કહ્યાના મામલે બે પક્ષ વચ્ચે થયેલી મારામારી દરમ્યાન નિવૃત આર્મીમેને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરાતા સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. ફુલસર વિસ્તારમાં ગોળીબાર થયાની જાણ થતા પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો. આ મામલે નિવૃત આર્મીમેને બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવતા છ જેટલાં લોકો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ અંગે નયનસિંહ નવલસિહ ડોડીયા (ઉ.વ.૪૨ ધંધો. પ્રાઇવેટ નોકરી, રહે. પ્લોટનં.૧૮૫ કર્મચારીનગર ફુલસર ચિત્રા ભાવનગર)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,હું નિવૃત આર્મીમેન છુ અને હાલ હુ ખાણ ખનીજમા ગાર્ડની નોકરી કરી મારા ઘરનુ ગુજરાન ચલાવુ છુ. રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ હુ મારા ઘરની બહાર હતો તે દરમ્યાન અમારી સોસાયટીમાજ રહેતા ચંન્દ્રસિંહ જાડેજાનો પુત્ર તેનું મોટર સાયાકલ ફુલ સ્પીડમા લઈને નિકળેલ અને આ અવારન વાર સ્પીડમા મોટર સાયકલ લઈને નિકળતો હોય જેથી આ બાબતે હુ તેના ઘરે ગયેલ તો ચંન્દ્રસિહ ઘરે હાજર ન હોય જેથી મે તેને કહેલ તમારા દિકરાને કહોને શેરીમા મોટર સાયકલ ધીમુ ચલા વે અમારા નાના છોકરાઓ શેરીમા રમતા હોય તો કયારેક કોઈ બનાવ બનશે તેમ કેહતા તે બોલાચાલી કરવા લાગેલ હતા જેથી હું ત્યાથી નિકળી ગયેલ. અને બાદમાં ચંન્દ્રસિંહની નારી ચોકડી ખાતે આવેલી હોટલ પર હું ગયેલ પરંતુ ત્યા ચંન્દ્રસિંહ તેની હોટલે હાજર હતા નહી જેથી મે હોટલે કામ કરતા માણસ પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી ચંન્દ્રસિંહને ફોન કરતા તેણે મને જણાવેલ કે મારો દિકરો આવી રીતનાજ ગાડી ચલાવશે જેથી અમારે ફોન ઉપર ગાળા-ગાળી થયેલ અને તેણે મને કહેલ કે ’તુ કયા છો’, તો મે કહેલ કે હુ મારા ઘરે જાવ છુ, ત્યાર બાદ હું તથા મારા ભાઇ ઉદયસિંહ તથા મારા પત્ની પુનમબા તેમજ મારા મમ્મી હંસાબા ઘરે હાજર હતા તે દરમ્યાન રાત્રીના સાડા દસથી અગ્યારેક વાગ્યાની આજુબાજુ ચંન્દ્રસિંહનો છોકરો ધ્રુવરાજસિહ ચંદ્રસિંહ જાડેજા અને તેના પાડોશમા રેહતા અર્જુનસિહ ગણપતસિંહ ગોહીલ તથા યોગીરાજસિંહ પ્રદિપસિંહ ગોહીલ તથા શક્તિસિંહ ભરતસિહ ગોહીલ તેમજ સુનિલસિહ જમનાસિંહ ઠાકુર ધોકા અને પાઇપ લઈને મારા ઘરની બહાર ગાળો બોલી મને તુકારો દેવા લાગેલ તે દરમ્યાન મારો ભાઈ ઉદયસિંહ પણ આવી જતાં આ લોકો અમો બન્ને ભાઈને ધોકા તથા પાઈપ વડે મારવા લાગેલ તેમજ છુટા પથ્થરના ઘા કરવા લાગેલ હતા. જેથી આ લોકો વધારે હોય મારા ઘરમા પડેલ લાઇસંન્સ વાળી રીવોલ્વર લઈ આવીને મે મારા બચાવમા હવામા બે રાઉન્ડ ફાયરીગ કરેલ હતા. દરમ્યાન આજુબાજુ વાળા આવી જતાં અમોને છુટા પડાવેલ હતા. આ મારા મારીમા અમો બન્ને ભાઇને મુઢ ઇજા થયેલ હતી. નયનસિંહે નોંધાવેલી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.