BREAKING NEWS

રેવતી નક્ષત્રમાં શનિદેવની ચાલ બદલાઈ: ઓક્ટોબર સુધી આ ૩ રાશિઓ પર થશે ધન અને ખુશીઓનો વરસાદ

  • June 04, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવનું ગોચર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિની ચાલ દરેક વ્યક્તિના જીવન પર પોઝિટિવ કે નેગેટિવ અસર છોડે છે. હાલમાં શનિદેવ બુધ ગ્રહના સ્વામીત્વવાળા 'રેવતી નક્ષત્ર'માં ભ્રમણ કરી રહ્યા છે, જેમાં તેઓ ૧૭ મેના રોજ પ્રવેશી ચૂક્યા છે.શનિદેવ આ નક્ષત્રમાં ૯ ઓક્ટોબરની સાંજ સુધી રહેવાના છે. બુધના નક્ષત્રમાં શનિની આ સ્થિતિ આગામી ૪ મહિના સુધી કઈ ૩ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ચાર ચાંદ લગાવશે



કન્યા રાશિ:-આર્થિક સુધારો અને નવી તકો
કન્યા રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન પ્રગતિના દ્વાર ખોલશે. આર્થિક સ્થિતિ: લાંબા સમયથી ચાલી આવતી નાણાકીય તંગી દૂર થશે અને ધનની સ્થિતિમાં મોટો સુધારો થશે.વેપાર-ધંધો:- બિઝનેસ વધારવા માટે તમે સાહસિક નિર્ણયો લઈ શકશો, કમાણીના નવા આઈડિયા સફળ થશે.જીવન:- તમારી વાતચીત કરવાની કળા સુધરશે અને વૈવાહિક જીવનમાં પ્રેમ તેમજ સંતુલન જળવાઈ રહેશે.



કર્ક રાશિ:- ભાગ્યનો સાથ અને મોટો નફો
કર્ક રાશિના જાતકો માટે આગામી ૪ મહિના સુખ-શાંતિથી સભર રહેશે.
ભાગ્યોદય:- આ સમયગાળામાં ભાગ્ય તમને પૂરેપૂરો સાથ આપશે, જેનાથી અટકેલા કામો પૂરા થશે.પ્રતિષ્ઠા: કાર્યક્ષેત્ર કે સમાજમાં લોકો તમારા કામની ખુલ્લા દિલે પ્રશંસા કરશે.કરિયર:- ધંધામાં અણધાર્યો મોટો નફો થવાની સંભાવના છે, કરિયર સંબંધિત નવી જવાબદારીઓ પર તમારું ફોકસ વધશે. 


કુંભ રાશિ:-નોકરીમાં પ્રગતિ અને માનસિક આત્મવિશ્વાસ                                                                                                                            કુંભ રાશિના જાતકો માટે આ નક્ષત્ર ગોચર અત્યંત ફળદાયી સાબિત થવાનું છે.નવી નોકરી:- બેરોજગાર અથવા નોકરી બદલવા ઈચ્છતા જાતકોને નવી અને સારી જોબની ઓફર મળી શકે છે.અટકેલા નાણાં: લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થવાની પ્રબળ સંભાવનાઓ સર્જાશે અને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.પરિવાર: વેપારમાં સફળતા મળવાની સાથે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે, જેથી તમે માનસિક રીતે વધુ આત્મવિશ્વાસ અનુભવશો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application