BREAKING NEWS

રાષ્ટ્રપતિના સુરક્ષા બંધોબસ્તમાં 1571 અધિકારી અને જવાનોનું સુરક્ષા કવચ

  • October 08, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ કાઠીયાવાડ સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ અને સાસણગીર પ્રવાસે આવવાના હોય ગુરુવારે દિલ્હીથી હવાઈ માર્ગે સાંજે રાજકોટ હિરાસર એરપોર્ટ બાદ રાત્રીના રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે ત્યારે તેમની સુરક્ષા અર્થે પોલીસ કમિશનરની સિધી દેખરેખ હેઠળ ડીસીપી સહિત અધિકારી તેમજ કર્મચારીઓનો દ્વારા પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત અને કુલ 1571 અધિકારી જવાનોનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આવતીકાલે રાષ્ટ્રપતિ સોમનાથ અને સાસણગીરના બે દિવસના પ્રવાસે આવી રહ્યા હોય ગુરુવારે બપોરે દિલ્હીથી હવાઈ માર્ગે સાંજે 5:00 વાગ્યે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે ત્યારબાદ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ શુક્રવારે સવારે હેલિકોપ્ટર મારફત સોમનાથ મંદિરે દર્શન પૂજા અર્થે રોકાણ કરશે.


જેથી રાષ્ટ્રપતિની સુરક્ષાને ધ્યાનમાં રાખી હીરાસર એરપોર્ટ થી રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પોલીસ કમિશનર ની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં ચાર ડીસીપી આઠ એસીપી 16 પીઆઇ 40 પી એસ આઇ 600 પોલીસ જવાનો 388 હોમગાર્ડ 520 ટીઆરબી જોવાનો સહિત કુલ 1531 અધિકારીઓ તેમજ કર્મચારીઓ આ બંદોબસ્ત જાળવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application