BREAKING NEWS

સાઉદી અરેબિયામાં અતિ ભારે વરસાદના પગલે પૂર, શાળાઓ બંધ કરવાનો આદેશ

  • April 13, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉદી અરેબિયામાં હવામાન બદલાયું છે અને અતિ ભારે વરસાદના પગલે અમુક વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.રિયાધ અને અલ અહસા પ્રાંતમાં રસ્તાઓ ડૂબી ગયા છે. હવામાન વિભાગે સ્થિતિ હજુ વધુ ગંભીર બની શકે તેવી ચેતવણી આપ્યાના પગલે યુએઈમાં શાળાઓ બધં રાખવા આદેશ અપાયો છે.રિયાધ, નજરાન, મક્કા, પૂર્વી પ્રાંત અને અમીરાતના અન્ય ભાગોમાં મુશળધાર વરસાદ પડો હતો જેના કારણે રોજિંદા જીવન પર વ્યાપક અસર પડી હતી. અમુક વિસ્તારોમાં તો ધૂળનું તોફાન આવ્યું, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ધ્શ્યતા ઘટી ગઈ. હવામાન વિભાગે મધ્ય અને ઉત્તરીય પ્રદેશોમાં ધૂળ ફેલાવતા પવનો ફંકાશે તેવી ચેતવણી પણ આપી છે. વાવાઝોડા દરમિયાન, અરબી ખાડીમાં પવનની ગતિ ૪૫ કિમીકલાકથી વધુ થઈ શકે છે, અને લાલ સમુદ્રના કેટલાક ભાગોમાં, પવનની ગતિ ૬૦ કિમીકલાક સુધી પહોંચી શકે છે.રિયાધમાં ભારે વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. સાઉદી નાગરિક સંરક્ષણે રિયાધ અને પૂર્વીય પ્રાંતના રહેવાસીઓને સાવચેતી રાખવા અને સત્તાવાર સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
દેશભરની શાળાઓ અને યુનિવર્સિટીઓમાં વિધાર્થીઓ માટે ઓફલાઈન વર્ગેા હવે સ્થગિત કરવામાં આવ્યા છે. આમાં અલ–બહા યુનિવર્સિટી, કિંગ સઉદ બિન અબ્દુલઅઝીઝ યુનિવર્સિટી ફોર હેલ્થ સાયન્સિસ અને કિંગ ખાલિદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News