BREAKING NEWS

જામનગર : બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ

  • January 08, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં બ્રહ્મક્ષત્રિય (ખત્રી) જ્ઞાતિ પંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહનું ગત તા. ૪-૧-૨૦૨૬ ને રવિવારના રોજ ખંભાળીયા નાકા બહાર આવેલી જ્ઞાતિની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું, આ સરસ્વતી સન્માન સમારોહ જ્ઞાતિના ઉપપ્રમુખ કિરીટભાઇ વલેરા, મંત્રી ભૂપતભાઇ પડીયા, સહમંત્રી રણજીત ભુત સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.


બ્રહ્મક્ષત્રિય (ખત્રી) જ્ઞાતિ પંચ દ્વારા યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ-૧ (ગુજરાતી-અંગ્રેજી) મીડીયમથી લઇને ધો. ૧૨, તેમજ કોલેજ કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ જાહેર કરી સન્માનપત્ર, શીલ્ડ અને ઇનામોનું વિતરણ કરાયું હતું.  ધોરણ-૧ (ગુજરાતી માધ્યમ) અને બે અને ધોરણ-૧ (અંગ્રેજી માધ્યમ) માં ૧૧ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.


આ સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ-૧ થી ૪ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર મૈત્રી હાર્દિકભાઇ છાટબાર, ધોરણ-૫ થી ૮ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર પ્રાચી હરીશભાઇ આશરા અને ધોરણ-૯ થી ૧૨ માં સૌથી વધારે ટકાવારી મેળવનાર ધ્યેય વિપુલભાઇ કપુરને વિશેષ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


ઉપરોક્ત સન્માન સમારોહમાં એમ.એસ.સી (ન્યુટ્રીશ્યન એન્ડ ડાયેટીસ), સીએ ફાઇનલ માટે ત્રણ, એમએસસી (ડીઝીટલ ફોરેન્સીક એન્ડ ઇન્ફોર્મેશન સીક્યુરીટી), એમસીએ, એમબીએમાં બે, એમ. કોમના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું.


આ ઉપરાંત એક્સ્ટ્રા ઓર્ડીનરી અચીવમેન્ટસમાં સાઇડ હેન્ડબોલ, સબ ફાયર ઓફિસર કોર્ષ, ગોલ્ડ મેડલ ઇન એમબીએ-આઇઆઇએમ, એજ્યુકેશનલ ઇવેન્શન, બેસ્ટ સ્કલ્પચર આર્ટીસ્ટ એવોર્ડ તેમજ રમતગમત માટે ઓપન ગુજરાત સ્કેટીંગ કોમ્પીટીશન, કરાટે, સોફ્ટ બોલ થ્રો, ખો-ખો, ૫૦ મીટર બટરફ્લાય સ્વીમીંગ, ૧૦ મીટર ફ્રી સ્ટાઇલ, કાટા (કરાટે), ફુટબોલ, ટેબલ ટેનીસ, ક્રિકેટ ટુર્નામેન્ટ, ૮૦ મીટર દોડ અને લોંગ જમ્પની સ્પર્ધાના વિવિધ વિજેતા ઉમેદવારોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરાયા હતા.


આ સન્માન સમારોહમાં કોલેજ કેટેગરીમાં આઇટીઆઇ (ડ્રાફ્ટસમેન-મીકેનીકલ), ડી ફાર્મ, ડીપ્લોમા એન્જીનીયરીંગ (સી.ઇ.) પ્રથમ અને દ્વિતિય વર્ષ, ડીપ્લોમા એન્જીનીયરીંગ (ઇ.સી.) પ્રથમ વર્ષ, ડીપ્લોમા એન્જીનીયરીંગ (મીકેનીકલ એન્જીનીયરીંગ) પ્રથમ વર્ષ, બીએ (ફીઝીયોલોજી), બીએ (ઇંગ્લીશ), બી.કોમ (અંગ્રેજી-ગુજરાતી) પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષના ત્રણ-ત્રણ વિજેતા, એમબીબીએસ, બીબીએ પ્રથમ-દ્વિતિય વર્ષ, બીસીએ પ્રથમ-દ્વિતિય-તૃતિય ક્રમે વિજેતા, બીવીએ, બી ફાર્મ, બીઇ/બીટેક (કોમ્પ્યુટર એન્જીનીયરીંગ) પ્રથમ-દ્વિતિય અને તૃતિય-ચતુર્થ વર્ષ, બી. ટેક (આઇ.ટી. એન્જીનીયરીંગ) દ્વિતિય-તૃતિય વર્ષ, બી. ટેક (ઇ.સી.) દ્વિતિય-ચતુર્થ વર્ષ, બી. ટેક (બાયો ટેકનોલોજી) તૃતિય વર્ષ, બીઇ/બીટેક (મીકેનીકલ એન્જીનીયરીંગ) ચતુર્થ વર્ષ, બીઇ/બીટેક (એઆઇ એન્ડ ડેટા સાયન્સ) દ્વિતિયિ વર્ષ, બી.એડ્., એમ.કોમ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) પ્રથમ-દ્વિતિય વર્ષ, એમ ફાર્મ, એમસીએ-એમબીએ (પ્રથમ-દ્વિતિય વર્ષ), સીએ ફાઉન્ડેશન, સીએ ઇન્ટરમીડીયેટ, સીએ ફાયનલ પાસ, કોલેજ લેવલમાં હાઇએટ્સ વિદ્યાર્થીઓને વિશેષ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સર્ટીફીકેશન ઇન ક્લાઉડ કોમ્પ્યુટરીંગ, ડ્રોઇંગ એક્ઝામીનેશન, કથ્થક-ભરત નાટ્યમ નૃત્ય, જુનિયર સાયન્ટીસ્ટ કોમ્પીટીશનના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું.


જામનગરમાં બ્રહ્મક્ષત્રિય (ખત્રી) જ્ઞાતિ પંચ દ્વારા યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં જ્ઞાતિશ્રેષ્ઠીઓ, ધ્રોલથી પધારેલા ભાજપના અગ્રણી અને જ્ઞાતિજન ચંદ્રકાન્તભાઇ બોસમીયા, ઇન્દુબેન બોસમીયા, મિતેષભાઇ મામતોરા, પ્રો. ડો. વિપુલભાઇ કપુર, કુ. આરતી દુબલ, ધર્મેશ છાટબાર, સચીન વલેરા સહિતના દાતાઓનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો.
​​​​​​​

આ સન્માન સમારોહને સફળ બનાવવા જામનગર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની એજ્યુકેશન કમિટીના ચેરમેન સચીન હરગણ અને ડો. ભાવિન દુબલના માર્ગદર્શન હેઠળ કમિટીના સભ્યો અક્ષય ભૂત, જીજ્ઞેશ ભુત, ચંદ્રેશ પડીયા, અલ્પેશ પડીયા, સ્નેહલ વલેરા અને કોમલ છાટબાર સહિતના ૧૯ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સન્માન સમારોહના સમાપનના અંતે જ્ઞાતિજનો માટે અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application