સલમાન ખાનની 'માતૃભૂમિ' ફિલ્મ ખોરંભે પડી ડબલ રોલની એકશન પેક ફિલ્મ સ્વીકારી લીધી
અભિનેતા એક લૂકમાં કિલન-શેવન હશે, જયારે બીજા લૂકમાં તે ઘઢી રાખશે
તૃભૂમિ ફિલ્મને લઈને અનિશ્ચિતતા મા વચ્ચે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેની આગામી એકશનથી ભરપૂર ફિલ્મનું શૂટિંગ થઈ કરી દીધું છે. વામશી પૈડીપલી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં સલમાન દક્ષિણ અભિનેત્રી નયનતારા સાથે છે. આ ફિલ્મ ૨૨ એપ્રિલે મુંબઈમાં ફ્લોર પર ગઈ હતી. સલમાને તાજેતરમાં જ આ સમગ્ર ભારતમાં પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
દિલ રાજુ સલમાન ખાનની આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તે એક એકશનથી ભરપૂર મનોરંજન ફિલ્મ છે, જેનું શીર્ષક હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. મુંબઈમાં શૂટિંગ શરુ થાય તે પહેલાં સેટ પર પૂજા વોજાઈ હતી. એવું જાણવા મળ્યું છે કે ફિલ્મનું પહેલું શેડ્યૂલ લગભગ એક મહિના સુધી ચાલશે. આ મુંબઈ શેડ્યૂલ દરમિયાન ઘણા મોટા પાયે એક્શન સિકવન્સનું શુટિંગ કરવામાં આવશે, જેના માટે એક ખાસ સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
સલમાન ખાન આ ફિલ્મમાં એક અલગ જ અવતારમાં જેવા મળશે. તાજેતરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ફિલ્મમાં એક નહીં પણ બે ભૂમિકા ભજવશેઃ એક હીરો અને એક વિલન. બંને ભૂમિકાઓના લુક વિશે પણ વિગતો જાહેર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે સલમાન એક લુકમાં કલીન-શેવન હશે, જ્યારે બીજા લુકમાં તે દાઢી રાખશે. જોકે, વિલન અને હીરોની ભૂમિકાઓ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓ ૨૦૨૭ ની ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે.
સલમાન ખાન લાંબા સમયથી તેની ફિલ્મ 'માતૃભૂમિ'ને લઈને સમાચારમાં છે. મૂળ શીર્ષક 'બેટલ ઓફ ગલવાન' હતું, ફિલ્મ પૂર્ણ થયા પછી નિર્માતાઓએ તેનું શીર્ષક બદલી નાખ્યું. ફિલ્મમાં પણ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. ચાહકો લાંબા સમયથી તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાલમાં ફિલ્મ કયારે રિલીઝ વશે તે અંગે કોઈ અપડેટ નવી. આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા દ્વારા કરવામાં આવ્યું છે. ચિત્રાંગદા સિંહ પણ ફિલ્મમાં જોવા મળશે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application