BREAKING NEWS

રાજકોટની ભાગોળે 3 કિલો ગાંજા સાથે આઇસરમાં બેલડી ઝડપી લેતી એસઓજી

  • February 21, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં ડ્રગ્સના દુષણને ડામી દેવા તેમજ યુવાધનને બરબાદીના ખપ્પરમાં હોમતા નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આદેશના પગલે શહેર એસઓજી બ્રાંચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી

એસઓજીની ટીમે અમદાવાદ રાજકોટ હાઈવે પર જૂના જકાતનાકા પાસેથી ટ્રકમાંથી ૩ કિલોના ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને કુલ ૧૬.૭૧ લાખની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ,શહેર એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ અને પો. સબ.ઈન્સ. વી.કે. ઝાલા અને ટીમ પેટ્રોલિગમાં નીકળી હતી આ દરમિયાન એ.એસ.આઈ. રાજેશભાઈ બાળા, પો.હેડ કોન્સ. જયદીપસિહ ચૌહાણ અને સિધ્ધરાજસિહ જાડેજાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક આઈસર ટ્રકમાં ગાંજાનો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો છે.


આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર જૂના જકાતનાકા પાસે આવેલી દેવજીવન હોટલની સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી તે વેળા એ આઈસર ટ્રક ત્યાંથી પસાર થતા જ તેને અટકાવી ટીમે ટ્રકની તલાશી લેતા તેમાંથી ૩.૦૩૩૧ કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.


આ જથ્થાની કિંમત ૧.૫૧.૫૫૦ લાખ હોવાનું તેમજ ટ્રકમાં આશીફ તૈયબભાઈ દોઢીયા ઉ.વ. ૨૯ રહે. ખોડીયાર પ્લોટ, મફતીયાપરા, લોધીકા અવેશ અબ્દુલભાઈ પતાણી ઉ.વ. ૨૫ રહે.ખોડીયારનગર શેરી નં. ૩, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ધરપકડ કરી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન. ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેમજ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા, એ.એસ.આઈ. રાજેશ બાળા, અરૂણભાઇ બાંભણીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ,રવિરાજ ધગલ, વીરેન્દ્રસિંહ ઝાલા, મહાવીર સિંહ જાડેજા નિર્મળસિંહ ઝાલા મોનાબેન બુસા સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application