BREAKING NEWS

ગોંડલમાં બેલડીને 1077 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેતી એસએમસી

  • January 12, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હરિયાણા પંજાબ તેમજ રાજસ્થાન માંથી સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠીયાવાડના જુદા જુદા જિલ્લાઓમાં વિદેશી દારૂ ઘુસાડવાના નેટવર્કને ભેદી બુટલેગરોને ઝડપી લેવા એસએમસીના ડીઆઈજી તેમજ યુવા એસપીના આદેશના પગલે એસએમસીએ ગોંડલના થી પાંજરાપોળ ગોંડલી નદીના પુલ પાસે કારમાંથી 6.37 લાખનો 10 77 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્ત રાય અને યુવા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પી.એસ.આઇ જે એચ સિસોદિયા અને ટીમ ગોંડલ પંથકમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે મોવિયાથી પાંજરાપોળ જતા રસ્તે કુંડલી નદીના પુલ ઉપર એક કાર તેમજ મોટરસાયકલ સાથે બેલડીને ઝડપી લીધી હતી.

કારની તલાસી લેતા અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 1077 કિંમત રૂપિયા 6,37,980નો મળી આવતા દારૂ કાર મોબાઈલ મોટરસાયકલ સહિત કુલ ૧૫ લાખ 4,180ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં પોતાનું નામ ભગીરથભાઈ ગભરૂભાઈ ખાચર રહે ખાટડી તાલુકો ચોટીલા તેમજ અવેશ સોયબ ભાઈ શેખ રહે ગોંડલ વાળા હોવાની કબુલાત આપી હતી તેમજ આ દારૂ નો જથ્થો ચોટીલાના ખતડી ગામના ખોડુભાઈ વલકુભાઈ ગોવાળિયા એ આ દારૂ સપ્લાય કર્યાનું અને તેના ભાગીદાર મુન્નાભાઈ ખાચર તેમજ વાહન માલિક ઉપરાંત દિગુભા જાડેજાનું નામ ખુલતા આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application