BREAKING NEWS

આરટીઓ ચલણની લિંક ખોલતા જ ખેડૂતના ખાતામાંથી રૂા.૩ લાખ સાફ

  • April 22, 2026 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે આરટીઓ મેમોના નામે લાખોની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર એક એપીકે ફાઈલના કારણે ખેડૂત અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ પિયા ૩,૦૦,૦૦૦ ઉપડી ગયા હોય જેથી ભોગ બનનાર ખેડૂતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઇ અંગેની ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલ સત્યમ હોલની બાજુમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા શખ્સો વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિના મોબાઈલમાં આર.ટી.ઓ. ચલણની એપીકે ફાઈલ મોકલી ફરીયાદીનો મોબાઇલ હેક કરી ફરીયાદીના એયુ બેંકના એકાઉન્ટમાંથી .૨,૯૫,૦૦૦– તથા ફરીયાદીના પત્નીના એયુ બેકના એકાઉન્ટમાંથી .૫૦૦૦– ફરિયાદીની જાણ બહાર એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં કુલ .૩,૦૦,૦૦૦– ટ્રાન્સફર કરી કરાવી મેળવી લઈ ફરીયાદિ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News