BREAKING NEWS

લુખ્ખાગીરી: કાર સાઇડમાં લેવા મામલે ઘર સુધી પીછો કરી પથ્થર વડે હુમલો

  • April 17, 2026 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસની ધાક ઓસરી હોય તેમ લુખ્ખાગીરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.કાર સાઈડમાં લેવા બાબતે બાઈક સવાર શખસોએ થારનો મક્કમ ચોકથી રઘુનંદન સોસાયટી ગુંડાઓએ કારનો પીછો કરી કારમાં છુટી બોટલના ઘા કરી યુવાનને મારમાર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે ભાવનગર હાઇવે પર રઘુનંદન સોસાયટી શેરી નં.ર બ્લોક નં.૧૧ માં રહેતાં અનીરૂધ્ધભાઈ
જોરૂભા કરપડા (ઉ.વ.૨૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ડબલ સવારીમાં આવેલ બાઈકના અજાણ્યા ચાલકનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે હાલ તેમની માતા-પિતા અને મોટા બહેન સાથે રહે છે. તે ટેનીસના ક્રિકેટ રમવાના દડાનો જથ્થાબંધ વેપાર કરે છે. તેમની પાસે કાર નં. જીજે-૩૩-બી-૧૫૦૧ છે તે છેલ્લા વીસ દિવસથી ચલાવે છે. કાર તેમના મિત્ર અમરદિપ જેઠવાએ તેના મિત્ર નલીનભાઈ કોટક પાસેથી રૂપિયા ત્રણ લાખ રોકડા તેમજ લોન પુરી થયા બાદ બે લાખ આપવાના તે રીતે ગાડી લિધેલ હતી.ગઈકાલે સવારના યુવકને વાળ કપાવવા માટે સાધુવાસવાણી રોડ પર જવાનુ હોઈ જેથી કાર લઈને ઘરેથી આશરે સવા નવેક વાગ્યે નીકળી આજીડેમ ચોકડીથી અમુલ સર્કલ, ૮૦ ફુટ રોડ થઈ મક્કમ ચોકમા સિગ્નલ બંધ હોઈ દસેક વાગ્યે ઉભો હતો. ત્યારે એક બાઈકમાં ડબલ સવારી કાર પાસે આવેલ અને ખાલી સાઈડના કાચ ઉપર ઢીકો મારતા સહેજ કાચ ખોલેલ અને કહેલ કે, ગાડી સાઈડમાં રાખ જેથી સાઈડમાં રાખતો હતો દરમિયાન બાઈક પાછળ બેસેલ શખસે ખાલી સાઈડનો દરવાજો ખેંચતા યુ ટર્ન મારી ઘર સાઇડ જવા નીકળેલ
અને દેના બેંક પાસે પહોંચતા આ બન્ને જણા ગાડીની સાથે થઈ ગાડીની ખાલી સાઇડમા ઢીકા મારવા લાગેલ હતાં.ત્યાંથી આરોપી પાછળ પાછળ આવતા હોય અને ટ્રાફીક હોવાથી ચાલુ બાઈક કહેલ કે, તુ જેમ ભાગીસ તેમ તને વધુ મારીશુ કહી ગાળો દેવા લાગેલ અને આ બાબતે મિત્રને ચાલુ ગાડીએ ફોન કરેલ અને કાર રઘુનંદન સોસાયટીની પાછળ રોડ ઉપર ઉભી રાખેલ અને આ બાઈક વાળાઓ પણ પાછળ પાછળ આવેલ અને મિત્ર અમરદિપ સહિતના હાજર હતાં. આ બન્ને શખ્સોમાંથી પાછળ બેસેલ માણસે ગાડીમા પાણાનો ઘા કરેલ અને યુવકને ઢીકાપાટુનો માર મારેલ હતો.
ત્યારબાદ હોન્ડા ચલાવતાં શખસે ફોન ચાલુ રાખી વાત કરતો હતો અને સાઇડમા રોડ ઉપર ખાલી બોટલ હોઇ જે ઉપાડીને તેણે ખાલી બોટલ હાથે એક ઘા મારતા લોહિ નીકળવા લાગેલ અને બાઈક ચલાવતો હતો તેણે દૂરથી પથ્થરનો ઘા મારેલ હતો. જે ગાડીમા વાગેલ હતો. યુવકને ચક્કર જેવું આવી જતા નીચે પડી ગયેલ હતો. ત્યાંથી બે અજાણ્યા શખ્સો જતા રહેલ અને ઇજા થયેલ હોય જેથી તેમને સારવારમાં ખસેડેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News