વર્તમાન સમયમાં સાઇબર ફ્રોડએ પોલીસ અને લોકો માટે પડકાર રૂપ ક્રાઈમ સાબિત થઈ રહ્યું છે, ઓનલાઇન તેમજ ડિજિટલ, પ્લેટફોર્મના આધારે છેતરપિંડી આચરવાના અનેક કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો જેમાં રાજકોટના દેના બેંકના સ્કેલ વન નિવૃત્ત ઓફિસરને ફેસબુકના માધ્યમથી લીંક મોકલી પેન્શન રીટાયર્ડ કાર્ડ બનાવી આપવા રજીસ્ટર કરવાના બહાને એકાઉન્ટમાંથી ગઠિયાએ 15.99 લાખ ટ્રાન્સફર કરી લીધાની ભોગ બનનારે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના ગુલમોહર સોસાયટી યુનિવર્સિટી રોડ પર રહેતા અને દેનાબેંકના નિવૃત્ત સ્કેલ વન ઓફિસર હસમુખભાઈ ભગવાનજીભાઈ ગણાત્રા ઉ.વ ૭૨ વાળાએ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં હસમુખભાઈ ગણતરી જણાવ્યા મુજબ દેના બેંકમા સ્કેલ વન ઓફીસર તરીકે સર્વીસ કરેલ તેમજ હાલ નિવૃત જીવન જીવતા હોવાનું તેમજ ગત તા. ૬/૧૧/૦૨૦૨૫ ના રોજ તેમના ફેસબુક ઉપર સફીંગ કરી રહ્યો હતો ત્યારે મને ફેસબુક પર બેન્ક ઓફ બરોડાના નામથી એક પેઈજ જોવામાં આવેલ હોય જેની યુ.આર.એલ. લીંક ફોર્મ આપેલ હતુ તેમજ પોતે દેના બેંકમા નોકરી કરી નીવૃત થયેલ જે બાદ દેના બેંક બેંક ઓફ બરોડા બેંકમા મર્જ થયેલ જેથી તેમા આવેલ એપ્લાઇ બટન પર કલીક કરેલ હતું.
ત્યારબાદ આશરે એકાદ કલાક પછી તેઓને અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટસએપમાં વીડીયો કોલ આવેલ હતો જેમા સામેવાળામા માત્ર બેંક ઓફ બરોડાનો લોગો જ દેખાતો હતો તેમજ આ સામેવાળાએ નિવૃતિ કાર્ડ બનાવવા માટે એપ્લાય કરેલ હતુ તે બાબતેની વિગત આપવા જણાવતા નિવૃત અધિકારીએ પેન્સન જે બેંક ખાતામા જમા થયા છે તેનો એકાઉન્ટ નંબર તથા તે બેંક એકાઉન્ટમા રજીસ્ટર મોબાઇલ નંબર આપેલ હતો.
જેથી તેમનુ એડ્રેસ વેરીફાય કરેલ જે દરમીયાન લગભગ અડધો કલાક જેટલા સમય માટે વીડીયો કોલ ચાલુ રહેલ જે દરમીયાન વૃદ્ધને જણાવેલ કે તમારુ કાર્ડ જનરેટ થઈ રહ્યુ છે ત્યારબાદ ફોન કટ થઇ ગયેલ અને ફોન ચેક કરતા તે લોક થઇ ગયેલ અને ઓપન નહી થતા ફોન લઈને સેમસંગ કેર માં જઈ ફોન ઓપન કરવા ફોન ફોરમેટ કરાવેલ જેથી અન્ય તમામ માહીતી ફોનમાથી ડીલીટ થઇ ગયેલ હતી.
ત્યારબાદ મને બીજા દિવસે જાણવા મળેલ કે હસમુખભાઇના બે બેંક એકાઉન્ટ માંથી અલગ અલગ અજાણ્યા નંબર ઉપર ટ્રાન્જેક્શન થયા હતા અને નિવૃત્ત અધિકારીના એકાઉન્ટમાંથી કુલ 15,99,008 લાખ રૂપિયા આ અજાણ્યા બેન્ક એકાઉન્ટ નંબરોમાં જમા થઈ ગયા હોય જે અંગે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ બીબી જાડેજા એ તપાસ નો દોર આગળ વધાર્યો છે.