જામનગર : શહેરમાં નંદધામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સરકારને જગાડવા ઘંટનાદ સાથે રેલી યોજાઇ
જામનગર : શહેરમાં નંદધામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સરકારને જગાડવા ઘંટનાદ સાથે રેલી યોજાઇ
October 10, 2025 04:29 PM
જામનગરમાં પ્રણામી હાઇસ્કુલ સામેના વિસ્તારમાં નંદધામ સોસાયટીમાં આવેલ પ્લોટનો પ્લાન મંજુર થયો છે ત્યારે સાર્વજનીક કોમન પ્લોટ નોંધાયેલ છે જેનું ક્ષેત્રફળ ૫૪૩ ચો.ફુટ થાય છે ત્યાં કેટલાક તત્વો દ્વારા બાંધકામ કરીને ઔધોગીક માટે ભાડે આપી તેમા આવક વસુલ કરે છે.
આવા લોકો સામે પગલા લેવા એડવોકેટ પી.આર. જોશી દ્વારા તા. ૨૦ જુનના રોજ લેન્ડ ગ્રેબીંગ એકટ અંગે ફરીયાદ કરી હતી, આજે રહેવાસીઓ દ્વારા ઘંટનાદ સાથે રેલી યોજવામાં આવી હતી અને જીલ્લા પોલીસવડાને આવેદન પત્ર અપાયુ હતું, નંદધામ સોસાયટીથી પટેલ સમાજથી, સાત રસ્તા, લાલબંગલા, મહાપાલીકામાં પણ આ અરજી આપવામાં આવી છે.