ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગમાં કાર્યરત કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો બાબતે રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા ફેરબદલી, નિમણૂક, ભરતી, નવી જગ્યાને મંજૂરી જોબચાર્ટ અને ભથ્થા બાબતે માંગણી સાથે ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલ વિભાગના મુખ્ય સચિવને આવેદન આપવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે મહેસુલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અન્વયે ગાંધીનગર ખાતે રજુઆત કરી છે. જે મુજબ, નાયબ મામલતદારની બઢતી સમયે બિનજરૂરી જિલ્લા ફેર બદલીથી અનેક પ્રકારની મુશ્કેલી સર્જાય છે અને કર્મચારીને પ્રમોશન મળેલ હોવા છતાં પણ નિરાશા પ્રવર્તે છે. કારકુન સંવર્ગના કર્મચારીઓની જિલ્લા ફેર બદલી સત્વરે કરી આપવામાં આવે. રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓની જિલ્લા ફેર બદલી પાંચ મહિના પૂર્વે કરવામાં આવી છે તેમ છતાં આજ સુધી જુના જિલ્લામાંથી છુટા કરવામાં આવ્યા નથી, બદલી મેળવેલા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે નવા જિલ્લામાં હાજર કરવામાં આવે તે જરૂરી છે. નાયબ મામલતદાર સંવર્ગની આખરી સિન્યોરિટી યાદી વાંધા અરજીનો નિકાલ કરી પ્રસિદ્ધ કરવામાં આવે. મામલતદાર સંવર્ગની સીધી ભરતી આગામી ૧૦ વર્ષ માટે બંધ કરીને હાલના નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે. તેમજ નાયબ મામલતદાર ની સીધી ભરતીની પ્રક્રિયા બંધ કરી કારકુન અને રેવન્યુ તલાટી સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવામાં આવે. મામલતદાર સંવર્ગની કેડર સ્ટ્રેન્થ નક્કી કરી નવી જગ્યાઓ મંજૂર કરવી. મહેસુલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલી માટે સૉફ્ટવેર અમલી બને. મહેસૂલી તલાટીઓને એક સ્પષ્ટ જોબ ચાર્ટ આપવામાં આવે તેમજ ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરવા ઓફિસ તથા અન્ય આનુસંગિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. ફેરણી અધિકારીઓને મળતા પી.ટી.એ. ભથ્થામાં વધારો કરી આપવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application