સુપ્રીમ કોર્ટે જાહેર સંસ્થાઓના પરિસરમાંથી કૂતરાઓને દૂર કરવાના પોતાના આદેશને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશમાં ફેરફારની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કૂતરા પ્રેમીઓ દ્રારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએથી કૂતરાઓને દૂર કરવાના તેના આદેશમાં ફેરફારની માંગ કરતી કૂતરા પ્રેમીઓ દ્રારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે. આનો અર્થ એ થયો કે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએથી કૂતરાઓને દૂર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ અમલમાં રહેશે.
ગયા વર્ષે ૧૧ ઓગસ્ટના રોજ આપેલા પોતાના આદેશમાં, સુપ્રીમ કોર્ટે દિલ્હી–એનસીઆરમાં બધા રખડતા કૂતરાઓને પકડીને આઠ અઠવાડિયાની અંદર નાગરિક અધિકારીઓ દ્રારા સ્થાપિત કરવામાં આવેલા ખાસ ડોગ શેલ્ટરહોમમાં મોકલવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ જારી કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે તે રાષ્ટ્ર્રીય રાજધાનીને રખડતા કૂતરાઓથી મુકત જોવા માંગે છે.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની આગેવાની હેઠળની બે ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, અમે આ અમારા પોતાના ફાયદા માટે નહીં, પરંતુ જાહેર હિતમાં કરી રહ્યા છીએ. તેથી, તેમાં કોઈ ભાવનાત્મકતા સામેલ ન હોવી જોઈએ. શકય તેટલી વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે રાષ્ટ્ર્રીય રાજધાની રખડતા કૂતરાઓથી મુકત થાય. ત્યારબાદ, ઘણા લોકોએ આ આદેશને કોર્ટમાં પડકાર્યેા, તેને રદ કરવા અથવા વિવિધ ફેરફારોની માંગ કરી હતી.
૨૨ ઓગસ્ટના રોજ, કોર્ટે મોટાભાગે તેના અગાઉના આદેશને ઉલટાવી દીધો હતો. અગાઉના આદેશમાં અધિકારીઓને બધા રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો,