BREAKING NEWS

રિલાયન્સ રિટેલે પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ એનોમલી હસ્તગત કરી

  • May 01, 2026 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ  રિલાયન્સ રિટેલ લિમિટેડે (આર.આર.એલ.) પ્રિયંકાની ગ્લોબલ હેરઠેર બ્રાન્ડ એનોમલી હસ્તગત કરવાની જાહેરાત કરી છે. જેમાં તેના ટ્રેડ માકર્સ, બ્રાન્ડ એસેટ્સ અને ડિજિટલ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે. આ અધિગ્રહણ રિલાયન્સ રિટેલના ઝડપથી વિકસતા બ્યુટી - પોર્ટફોલિયીના નોંધપાત્ર વિસ્તરણને દર્શાવે છે. વિશ્વસ્તરીય અભિનેત્રી અને ઉદ્યોગ સાહસિક પ્રિયંકા ચોપરા જોનાસ દ્વારા ૨૦૨૧માં સ્થપાયેલી એનોમલી એક સ્વચ્છ, વીગન અને ઉચ્ચ ગુણવત્તાવાળી હેરકેર બ્રાન્ડ છે, જે કીફાવતી કિંમતે ઉપલબ્ધ છે. તેની શરુઆતની જ આ બ્રાન્ડ મુખ્ય વૈશ્વિક બજારોમાં વિતરણ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ બનાવી ચૂકી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે,એનોમલીને અમારા પોર્ટફોલિયોમાં સામેલ કરવી એ નવા યુગની અને ઝડપથી વિકસતી બ્યુટી બ્રાન્ડસના મારા કલેકશનને વિસ્તારવાની દિશામાં એક વ્યૂહાત્મક પગલું છે. પ્રિયંકા ક્રિએટીવ ડાયરેક્ટર તરીકે બ્રાન્ડની ઉત્ક્રાંતિમાં ભૂમિકા ભજવવાનું ચાલું રાખશે. જેમાં તેઓ ઈનોવેશન, બ્રાન્ડ વિઝન અને પ્રોડકટ ડેવલપમેન્ટનું નેતૃત્વ કરશે. આ વ્યુહાત્મક જોડાણ રિલાયન્સ રિટેલના બ્યુટી પોર્ટફોલિયોમાં ભવિસ્ખલક્ષી કન્ઝયુમર બ્રાન્ડસને પસંદ કરવા અને તેને વિકસાવવા પરના સતત ફોસને રેખાંકિત કરે છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application