દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટસ ઇવેન્ટસમાંની એક ગણાતી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું ૭૪ મું સંસ્કરણ આવતીકાલથી ૧૪ ડિસેમ્બર દરમિયાન આયોજન થવાનું છે. આ કાર્યક્રમને કાલે સવારે રાજ્ય પોલોસ વડા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે. જે કાર્યક્રમમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે. ત્યારે આ કાર્યક્રમની ઓપનિંગ સેરેમનીનું આજરોજ સવારના સુમારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં.
આ રાષ્ટ્રીય સ્તરની હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્ય પોલીસ દળો, કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ ૩૨ ટીમો ભાગ લેશે, જેમાં ૨૪ પુરુષ ટીમો અને ૦૮ મહિલા ટીમો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ તેમની પ્રતિભા રજૂ કરવાનો એક મહત્વનું મંચ છે.