જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) આયોજિત શરદ પૂનમની રઢિયાળી રાતે તા. ૦૭/૧૦/૨૦૨૫ ને મંગળવારના રોજ એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન કરવામાં આવેલ. જેનું દીપ પ્રાગટય બ્રહ્મસમાજના અગ્રગણ્ય ડો.દેવાંશુભાઈ શુકલ, ડો.વિજયભાઈ સાતા, ડો. નીતાબેન સાતા, ડો.જયભાઈ ભટ્ટ, ડો.શિવાનીબેન ભટ્ટ, ડો.સુરેશભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મિડિયા ક્ધવીનર ભવદિપ પંડયા, ડો.ભવિકભાઈ જોશી, ડો.ધ્વનિકાબેન ઉપાધ્યાય, ડો.પારસભાઈ ત્રિવેદી, ડો.કિશનભાઈ ત્રિવેદી, ડો.આનંદભાઈ થાનકી, આરોગ્ય કેન્દ્રના એમ.ઓ. ધારાબેન ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ જિલ્લા પૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ વાસુ તથા બ્રહ્મસમાજ ઘટક, પેટા જ્ઞાતિના પ્રમુખ-મંત્રી કરોબારી સભ્ય, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, જાણિતા ઉધોગપતિ કપિલભાઈ મહેતા, માસકોટ મેટલ્સના ધરમભાઈ જોશી, વિશાલભાઈ મહેતા, પત્રકાર હિરેન ત્રિવેદી, ડોલરભાઈ રાવલ, જગતભાઈ રાવલ, પરેશભાઈ દવે, દિવ્યેશભાઈ વાયડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
આ ઉપરાંત નિલેશભાઈ ત્રિવેદી, બ્રહ્મસમાજના દાંડીયા કલાસ સંચાલક કનૈયા દાંડીયા કલાસીસના નાનકભાઈ ત્રિવેદી, રૂદુ દાંડીયા કલાસીસના મૌલિક ત્રિવેદી, હીરેન મહેતા, માધવ દાંડીયા કલાસીસના વિપુલભાઈ પંડયા, સ્ટેપ એન્ડ સ્ટાઈલ દાંડીયા કલાસીસના નિર્મલભાઈ દવે દ્વારા દીપ પ્રાગટય કરી રાસોત્સવનો શુભારંભ કરવામાં આવેલ. આ રાસોત્સવમાં જામનગર શહેર તેમજ જિલ્લાના સિકકા, લાલપુર, કાલાવડ, ધ્રોલ, દેવભૂમિ દ્વારકા તથા જામખંભાળિયાના ગરબાપ્રેમી બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી તાલીરાસ, પંચિયા-રાસ, ચોકડી રાસ, ફ્રી સ્ટાઈલની ડી.જે.ના તાલે મોજ માણી હતી.
બધા જ ખેલૈયા ભાઈઓ બહેનોએ ટ્રેડિશનલ ભાગીગળ વેશભૂષામાં આવી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો. કેટેગરીમાં ઉપરોકત રાસોત્સવના અલગ-અલગ રાઉન્ડમાં પાંચ-પાંચ વિજેતાઓ જાહેર કરી કુલ ૪૦ ખેલૈયાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ. રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શનાબેન જોશી, રાજીવભાઈ ભટ્ટ, હિતાક્ષીબેન મહેતા, હિમાબેન મહેતાએ સેવા આપેલ હતી. સમગ્ર કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે જાણીતા રીતેશભાઈ જોશીએ સેવા આપેલ.
રંગતાળી ગ્રુપના સંજયભાઈ જાની દ્વારા રાસોત્સવ માટે સુંદર મેદાન, મંડપ, લાઈટીંગ, સ્ક્રીન તેમજ ડી.જે.ની અમૂલ્ય સેવા અને સહકાર પ્રાપ્ત થયો. સમગ્ર કાર્યક્રમની વિડિયોગ્રાફી દેવ ફિલ્મ્સ નિલેશભાઈ દ્વિવેદી, ફોટોગ્રાફી વિનય મહેતા (ટીંકુભાઈ) એ સેવા આપેલ હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રમુખ તથા શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશીની આગેવાનીમાં જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, કારોબારી સભ્ય નયનભાઈ વ્યાસ, રૂપેશભાઈ કેવલિયા, શહેર પ્રમુખ હિરેનભાઈ કનૈયા, શહેર મહામંત્રી જસ્મિનભાઈ ધોળકિયા, જિલ્લા યુવાપ્રમુખ જનકભાઈ ખેતિયા, જિલ્લા મહામંત્રી વિમલભાઈ જોશી, ચિરાગભાઈ પંડયા, શહેર યુવા પ્રમુખ ચિરાગભાઈ અસ્વાર, શહેર યુવા મહામંત્રી યશભાઈ મહેતા, હર્ષલભાઈ જોશી, જિલ્લા મહિલા પ્રમુખ મનીષાબેન સુંબડ, જિલ્લા મહામંત્રી વૈશાલીબેન જોશી, શહેર મહિલા પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, શહેર મહિલા મહામંત્રી મીનાબેન જયોતિષી, ઉપેનભાઈ ત્રિવેદી, અશોકભાઈ ભટ્ટ, સુરેશભાઈ ત્રિવેદી, ચંદુભાઈ અસ્વાર ધ્વારા આવેલ હતું.
જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવે છે, ખાસ કરીને યુવા પ્રમુખ આશીષ જોશીએ શહેર પ્રમુખની જવાબદારી નિભાવ્યા બાદ હવે સમાજ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરી છે જેથી બ્રહ્મસમાજની પ્રવૃતિને વેગ મળશે. શોભાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓને સહાય સહિતના અનેક કેમ્પો કરવામાં આવે છે જેમાં તેમની સાથે જસ્મીન ધોળકીયા, હીરેન કનૈયા, ભાસ્કર ભટ્ટ, વૈશાલીબેન, મનીષાબેન સહિતના અન્ય કાર્યકરો દીલ દઇને કામ કરે છે ત્યારે સમાજ દ્વારા આવનારા દિવસોમાં નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે તે સમાજ માટે ચોકકસપણે ઉપયોગી કામગીરી કરશે તેવી બ્રહ્મસમાજને શ્રઘ્ધા છે.