રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં બસ સ્ટેશન નજીક રિક્ષાચાલક યુવકનું બાઇકમાં અપહરણ કરી કુવાડવા વાંકાનેર હાઈવે પર ઉઠાવી જઈ ફ્લેટમાં મારવના ગુનામાં ત્રિપુટી નાસી છૂટ્યાની ઘટનાના ગણતરીના જ કલાકોમાં સાપર વેરાવળ પોલીસે જેનું અપહરણ થયું હતું તે યુવકને સહી સલામત રીતે અપહરણ કરતા ઓની ચુંંગલ માંથી મુક્ત કરાવી અપહરણ કરનાર રીઢા ગુનેગાર રાજકોટની ત્રિપુટીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન શાપર વેરાવળમાં તાજેતરમાં સરાજાહેર બસસ્ટેન્ડ નજીક દિપક રાઠોડ ઉમર 22 નામના યુવકનું ત્રિપુટી દ્વારા બાઈકમાં બેસાડી અપહરણ કર્યાની ઘટનામાં શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણા અને ટીમે ગણતરીના જ કલાકોમાં ટેકનિકલ સોર્સ અને સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી અપહરણ કરતા ત્રણ આરોપીને ઝડપી યુવકને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.
પોલીસે દિપક રાઠોડ ની પૂછપરછ કરતા તે વિજય ઉકેડીયા ની ભાડેથી રીક્ષા ચલાવતો હોય તે રીક્ષા એક વર્ષ પૂર્વે ડીટેઇન થતા તેનો દંડ 5000 આવ્યો હતો જે દંડ રિક્ષા માલિક વિજય એ ચૂકવ્યો હોય જે નાણાંની ઉઘરાણી બાબતે અપરણ કરી ઉઠાવી ગયા બાદ માર મારી બીડીના ડામ આપ્યાની ફરિયાદી યુવકે કબુલાત આપી હતી.
સાપર વેરાવળ પોલીસે અપહરણના ગુનામાં ઝડપી લીધેલા આરોપીઓ રીઢા ગુનેગાર રાજકોટના વિજય રમેશભાઈ ઉકેડીયા ઉમર 24 રહે કોઠારીયા મેઈન રોડ રામ રણુજા સુરેશ કેશુભાઈ ઉકેડીયા ઉંમર 25 રહે કટારીયા ચોકડી, અભય અતુલભાઇ મુંજારીયા ઉમર 24 રહે હુડકો ચોકડી શિવાલય કોમ્પલેક્ષ, વાળાની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ આરોપીઓમાં વિજય ઉકેડીયા સામે રાજકોટના ભક્તિનગર અને કુવાડવા પોલીસ મથકમાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને જામનગરના કાલાવડમાં ચાર જેટલા ગુનામાં જ્યારે સુરેશ ઉકેડીયા સામે રાજકોટના પ્રનગર અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં છ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.